Not Set/ એશિયા કપની પ્રથમ મેચમાં થયો ઉલટફેર, બાંગ્લાદેશે શ્રીલંકન ટીમને ૧૩૭ રને આપ્યો કારમો પરાજય

દુબઈ, શનિવારથી શરુ થયેલા એશિયા કપની પ્રથમ મેચમાં બાંગ્લાદેશની ટીમે મોટો ઉલટફેર કરતા શ્રીલંકાને ૧૩૭ રને ધૂળ ચટાડી છે. બાંગ્લાદેશના વિકેટકીપર બેટ્સમેન મુશફિકુર રહિમના શાનદાર સદી (૧૪૪)ના સહારે ૨૬૧ રન બનાવ્યા હતા, જેની સા મે શ્રીલંકન ટીમ માત્ર ૧૨૪ રનમાં તંબુભેગી થઇ ગઈ હતી અને ૧૩૭ રને હાર થઇ હતી. બાંગ્લાદેશના શાનદાર વિજયમાં વિકેટકીપર બેટ્સમેન […]

Trending Sports
DnJ96kpU8AA 69 એશિયા કપની પ્રથમ મેચમાં થયો ઉલટફેર, બાંગ્લાદેશે શ્રીલંકન ટીમને ૧૩૭ રને આપ્યો કારમો પરાજય

દુબઈ,

શનિવારથી શરુ થયેલા એશિયા કપની પ્રથમ મેચમાં બાંગ્લાદેશની ટીમે મોટો ઉલટફેર કરતા શ્રીલંકાને ૧૩૭ રને ધૂળ ચટાડી છે. બાંગ્લાદેશના વિકેટકીપર બેટ્સમેન મુશફિકુર રહિમના શાનદાર સદી (૧૪૪)ના સહારે ૨૬૧ રન બનાવ્યા હતા, જેની સા

qck 1537045473 એશિયા કપની પ્રથમ મેચમાં થયો ઉલટફેર, બાંગ્લાદેશે શ્રીલંકન ટીમને ૧૩૭ રને આપ્યો કારમો પરાજય
sports-1st-match-asia-cup-dubai-bangladesh-beat-sri lanka by-137-runs

મે શ્રીલંકન ટીમ માત્ર ૧૨૪ રનમાં તંબુભેગી થઇ ગઈ હતી અને ૧૩૭ રને હાર થઇ હતી.

બાંગ્લાદેશના શાનદાર વિજયમાં વિકેટકીપર બેટ્સમેન મુશફિકુર રહિમના શાનદાર સદી ફટકારતા સૌથી વધુ ૧૪૪ રન બનાવ્યા હતા અને પોતાની ટીમ માટે વિજયનો પાયો નાખ્યો હતો. રહિમના વન-ડે કેરિયરની આ છઠ્ઠી સદી હતી.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમે રહીમની શાનદાર સદી અને મોહમ્મદ મિથુનના ૬૩ રન સાથે ૪૯.૩ ઓવરમાં ૨૬૧ રન બનાવ્યા હતા અને શ્રીલંકાને ૨૬૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો.

DnLyEUQU8AEYsGG એશિયા કપની પ્રથમ મેચમાં થયો ઉલટફેર, બાંગ્લાદેશે શ્રીલંકન ટીમને ૧૩૭ રને આપ્યો કારમો પરાજય
sports-1st-match-asia-cup-dubai-bangladesh-beat-sri lanka by-137-runs

શ્રીલંકા તરફથી લાંબા સમય બાદ ટીમમાં પુનરાગમન કરી રહેલા ઝડપી બોલર લસિથ મલિંગાએ ૧૦ ઓવરમાં માત્ર ૨૩ રન આપી સૌથી વધુ ૪ વિકેટ ઝડપી હતી.

૨૬૨’ રનના ટાર્ગેટ સામે શ્રીલંકાની ટીમના ખેલાડીઓએ બાંગ્લાદેશી બોલરો સામે ઘુટણ ટેકવી દીધા હતા અને પૂરી ટીમ ૩૫.૨ ઓવરમાં માત્ર ૧૨૪ રનના સ્કોરે સમેટાઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી માત્ર ઓપનર બેટ્સમેન ઉપુલ તરંગા ૨૭ રન અને પરેરાએ ૨૯ રન બનાવ્યા હતા.

DnJ1QSWVYAAfG4J એશિયા કપની પ્રથમ મેચમાં થયો ઉલટફેર, બાંગ્લાદેશે શ્રીલંકન ટીમને ૧૩૭ રને આપ્યો કારમો પરાજય
sports-1st-match-asia-cup-dubai-bangladesh-beat-sri lanka by-137-runs

જયારે બાંગ્લાદેશ તરફથી ઝડપી બોલર મશરફે મોતર્જા, મુસ્તાફિજુર રહેમાન અને મહેંદી હસન મિરાજે અનુક્રમે ૨ – ૨ વિકેટ ઝડપી હતી.