Not Set/ અમદાવાદના રહીશો પાણીથી પરેશાન, ઝોનલ ઓફીસ ખાતે માટલા ફોડી કર્યો વિરોધ

અમદાવાદ, પાણી એ જીવન જરૂરિયાત છે પણ અમદાવાદીઓને તે પૂરતા પ્રમાણમા અને સ્વચ્છ પાણી મળતુ નથી. શહેરના વટવા, લાંભા, સરખેજ, બહેરામપુરા, રખિયાલ જેવા અનેક વિસ્તારોમાં આ સમસ્યા છે. ગૃહ મંત્રી જ્યાંથી ચુટાઇને આવે છે તેવા વટવા વિધાનસભા વિસ્તારના રહીશો પણ પાણીના પોકારો કરતા હોય ત્યારે એક વર્ષથી ધનશ્યામ નગર, મયુરપાર્ક,દરબારગઢ, નવાપુરા,ઐઝાઝનગર વગેરે જગ્યાએ પાણી ઓછા […]

Ahmedabad Gujarat Trending
WhatsApp Image 2018 05 24 at 3.12.41 PM 1 અમદાવાદના રહીશો પાણીથી પરેશાન, ઝોનલ ઓફીસ ખાતે માટલા ફોડી કર્યો વિરોધ

અમદાવાદ,

પાણી એ જીવન જરૂરિયાત છે પણ અમદાવાદીઓને તે પૂરતા પ્રમાણમા અને સ્વચ્છ પાણી મળતુ નથી. શહેરના વટવા, લાંભા, સરખેજ, બહેરામપુરા, રખિયાલ જેવા અનેક વિસ્તારોમાં આ સમસ્યા છે.

ગૃહ મંત્રી જ્યાંથી ચુટાઇને આવે છે તેવા વટવા વિધાનસભા વિસ્તારના રહીશો પણ પાણીના પોકારો કરતા હોય ત્યારે એક વર્ષથી ધનશ્યામ નગર, મયુરપાર્ક,દરબારગઢ, નવાપુરા,ઐઝાઝનગર વગેરે જગ્યાએ પાણી ઓછા પ્રેશરથી આવે છે. વટવાના રહીશોએ ઝોનલ કચેરી ખાતે માટલા ફોડી રોષ વ્યકત કરી આવેદનપત્ર આપ્યું. તથા સમસ્યાને તાત્કાલિક ધોરણે દૂર કરવા રજુઆત કરી.

રહીશોનું કહેવું છે કે, સ્માર્ટસિટી અમદાવાદમાં પાણી જેવી પ્રાથમીક સુવિધાનો અભાવ જોવા મળે છે. શહેરીજનો ટેક્સ ભરે છે ત્યારે તેઓને પ્રાથમીક સુવિધાઓ મળવી જ જોઈએ. જો મહાનગરપાલિકા નાગરિકોને સ્વચ્છ પાણી ન આપી શકે તો એ વિકાસ શું કામનો?. મીનરલ વોટર પીનારા અને 24 કલાક પાણીની સુવિધા વાળા મકાનમા રહેતા નેતા કે અધિકારીઓને પાણીની સમસ્યા કેવી હોય છે તે ન સમજાય તે સ્વાભાવિક છે.