Not Set/ IPL 2018 : ક્વોલિફાયર ૨માં KKR અને હૈદરાબાદ વચ્ચે જામશે ખરાખરીનો જંગ

કલકત્તા કલકત્તાના ઐતિહાસિક ઈડન ગ્રાઉન્ડ ખાતે રમાયેલા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના એલિમિનેટર મેચમાં યજમાન કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે ૨૫ રને રોમાંચક વિજય મેળવ્યો હતો. KKR દ્વારા આપવામાં આવેલા ૧૭૦ રનના  ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૪ વિકેટના નુકશાને ૧૪૪ રન જ બનાવી શકી હતી. KKRના શાનદાર વિજયના હિરો સ્પિન બોલર પિયુષ ચાવલા, કેપ્ટન દિનેશ કાર્તિક અને ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ રહ્યા હતા, પરંતુ […]

Sports
683897 kane williamson dinesh karthik afp IPL 2018 : ક્વોલિફાયર ૨માં KKR અને હૈદરાબાદ વચ્ચે જામશે ખરાખરીનો જંગ

કલકત્તા

કલકત્તાના ઐતિહાસિક ઈડન ગ્રાઉન્ડ ખાતે રમાયેલા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના એલિમિનેટર મેચમાં યજમાન કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે ૨૫ રને રોમાંચક વિજય મેળવ્યો હતો. KKR દ્વારા આપવામાં આવેલા ૧૭૦ રનના  ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૪ વિકેટના નુકશાને ૧૪૪ રન જ બનાવી શકી હતી.

KKRના શાનદાર વિજયના હિરો સ્પિન બોલર પિયુષ ચાવલા, કેપ્ટન દિનેશ કાર્તિક અને ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ રહ્યા હતા, પરંતુ કેરેબિયન સ્ફોટક બેટ્સમેન રસેલને ૪૯ રનની તોફાની ઇનિંગ્સના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો

આ વિજય સાથે જ કોલકાતાની ટીમે IPLના ક્વોલિફાયર ૨માં પ્રવેશ કર્યો છે ત્યારે હવે KKRનો મુકાબલો ૨૫ મે એટલે કે શુક્રવારના રોજ સનરાઈઝ હૈદરાબાદ સામે થશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે ૭ વાગ્યે કલકત્તાના ઈડન ગ્રાઉન્ડ ખાતે રમાશે ત્યારે ક્રિકેટ ફ્રેન્ડસને ખરાખરીનો જંગ જોવા મળી શકે છે.

આ પહેલા રમાયેલા IPLના ક્વોલિફાયર-૧ના મુકાબલામાં પોઈન્ટ ટેબલમાં શીર્ષ સ્થાન પર રહેલી SRHની ટીમને ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે ૨ વિકેટે હાર આપી હતી.

સનરાઈઝ હૈદરાબાદના ખેલાડીઓ પર રહેશે તમામની નજર

ચેન્નઈ સામેની હાર બાદ પણ સનરાઈઝ હૈદરાબાદની ટીમ પોતાનું શ્રેષ્ટ પ્રદર્શન આપી શકે છે. SRHની ટીમમાં સ્ફોટક ઓપનર બેટ્સમેન શિખર ધવન, કેપ્ટન કેન વિલિયમસન, યુસુફ પઠાણ, ઓલરાઉન્ડર કાર્લોસ બ્રેથવેઇટ તેમજ મનીષ પાંડે જેવા ધરખમ બેટ્સમેન છે. કેપ્ટન વિલિયમસન આ સિઝનમાં સૌથી વધુ રન ફટકાર્યા છે અને ૬૮૫ રન સાથે ઓરેન્જ કેપ પોતાના નામે કરી છે.

SRHની બોલિંગ લાઈન અપ પણ ટુર્નામેન્ટમાં શ્રેષ્ટ પ્રદર્શન કરવામાં સફળ રહી છે. ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ કોલ અને સ્પિન બોલર રાશીદ ખાન શાનદાર બોલિંગ કરી છે.

KKRના આ ખેલાડીઓ પર રહી શકે છે મદાર

જયારે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમમાં પણ ઓપનર બેટ્સમેન ક્રિશ લીન, રોબિન ઉથ્થપા, કેપ્ટન દિનેશ કાર્તિક, શુભમન ગીલ તેમજ એલિમિનેટર મેચમાં માત્ર ૨૫ બોલમાં ૪૯ રનની તૂફાની ઇનિંગ્સ રમનાર કેરેબિયન ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ કોઈ પણ ટીમને પછાડવા માટે સક્ષમ જણાઈ રહ્યા છે.

આ ઉપરાંત KKRની ટીમ ક્રિકેટના બીજા પાસા બોલિંગમાં પણ સંપર્ણ જણાઈ રહી છે. સ્પિન બોલર સુનિલ નરેન, કુલદીપ યાદવ તેમજ પિયુષ ચાવલા હાલ શાનદાર ફોર્મમાં જણાઈ રહ્યા છે.