Not Set/ હરમનપ્રીત કૌર અને ચેતેશ્વર પુજારા સહીત 17 ખેલાડીઓ થશે અર્જુન એવોર્ડથી સમ્માનિત

ભારતીય ટીમના બેટ્સમેન ચેતેશ્વર પુજારા અને મહિલા ક્રિકેટ ટીમની હરમનપ્રીત કૌર અને અર્જુન એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય હોકી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સરદાર સિંહ અને પેરા એથ્લીટ દેવેન્દ્ર જાઝારીયાને આ વર્ષે રાજીવ ગાંધી ખેલ રત્ન સમ્માન માટે પસંદ કરવામાં આવ્યા છે. ગુરૂવારે ખેલ રત્ન અને અર્જુન પુરસ્કાર માટે થયેલી મીટીંગમાં આ નિર્ણય કર્યો […]

Sports
pujara kaur arjun awards હરમનપ્રીત કૌર અને ચેતેશ્વર પુજારા સહીત 17 ખેલાડીઓ થશે અર્જુન એવોર્ડથી સમ્માનિત

ભારતીય ટીમના બેટ્સમેન ચેતેશ્વર પુજારા અને મહિલા ક્રિકેટ ટીમની હરમનપ્રીત કૌર અને અર્જુન એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય હોકી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સરદાર સિંહ અને પેરા એથ્લીટ દેવેન્દ્ર જાઝારીયાને આ વર્ષે રાજીવ ગાંધી ખેલ રત્ન સમ્માન માટે પસંદ કરવામાં આવ્યા છે. ગુરૂવારે ખેલ રત્ન અને અર્જુન પુરસ્કાર માટે થયેલી મીટીંગમાં આ નિર્ણય કર્યો હતો. બે ખેલાડીઓને ખેલ રત્નના સિવાય ૧૭ ને અર્જુન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે.

રાજીવ ગાંધી ખેલ રત્ન સમ્માન 
દેવેન્દ્ર જાઝારીયાને રિયો પેરાલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરી જેવલીન થ્રોનું ગોલ્ડ મેડલ જીત્યું હતું. સરદાર સિંહે લાંબા સમય સુધી હોકી ટીમનું સુકાનીપદ સંભાળ્યું છે. તેમને રિયો ઓલોમ્પિકમાં કેપ્ટનશીપથી દુર કરવામાં આવ્યા હતા. તેમને મોર્ડન હોકીના શ્રેષ્ઠ મિડફિલ્ડ્સમાં ગણવામાં આવે છે. કોમનવેલ્થ રમતોમાં તેમની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે સિલ્વર મેડલ જીત્યું હતું. હોકી વર્લ્ડ લીગમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય ટીમના કેપ્ટન પણ સરદાર સિંહ હતા. તેમને ૨૦૧૫ માં પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

અર્જુન પુરસ્કાર
ટીમ ઇન્ડિયાના ‘મિસ્ટર ભરોસાપાત્ર” ચેતેશ્વર પુજારા અને મહિલા વર્લ્ડ કપની સ્ટાર ક્રિકેટર હરમનપ્રીત કૌરને અર્જુન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી છે. પેરા એથ્લીટ મરિયપ્પન થંગવેલુ અને વરૂણ ભાટી પણ અર્જુન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. ગોલ્ફર એસએસપી ચૌરસિયા, બોક્સર દેવેન્દ્ર સિંહ, કુસ્તીબાજ સત્યવ્રત કાદીયાન અને ટીટી ખેલાડી એન્થોની અમલરાજનું નામ પણ અર્જુન પુરસ્કાર મેળવનારની યાદીમાં છે. હોકી ખેલાડી એસવી સુનીલ, ટેનીસ ખેલાડી સાકેથ મિનેની, શુટર પ્રકાશ નંજપ્પા, એથ્લીટ ખુશબીર કૌર અને રાજીવ અરોકીયા પણ અર્જુન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.

અર્જુન પુરસ્કાર : સત્યવ્રત કાદીયાન, એન્થોની અમલરાજ, પ્રકાશ નંજપ્પા, જસવીર સિંહ, દેવેન્દ્ર સિંહ, ચેતેશ્વર પૂજારા, હરમાનપ્રીત કૌર, સાકેત મિનેની, બેમ્બા દેવી, મરિયપ્પન થંગવેલુ, વીજે શ્વેતા, ખુશબીર કૌર, રાજીવ અરોકિયા, પ્રશાંતિ સિંહ, એસવી સુનિલ, શિવ શંકર પ્રસાદ ચૌરસિયા અને વરુણ ભાટી.