Not Set/ VIDEO : #INDvAUS : શું કેપ્ટન કોહલીને આઉટ આપવામાં અમ્પાયરે કરી છે ભૂલ ?

પર્થ, પર્થ ખાતે રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે પોતાની પ્રથમ ઇનિંગ્સમાં ૨૮૩ રન બનાવ્યા છે. આ સાથે જ યજમાન ટીમને ૪૩ રનની લીડ મળી હતી. જો કે ભારતની પહેલી ઇનિંગ્સ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારતા ૧૨૩ રન બનાવ્યા હતા અને આઉટ થયો હતો. પરંતુ હવે કોહલીના કેચઆઉટના નિર્ણયને લઈ […]

Top Stories Trending Sports Videos
DuiJOVeWkAIKwyl VIDEO : #INDvAUS : શું કેપ્ટન કોહલીને આઉટ આપવામાં અમ્પાયરે કરી છે ભૂલ ?

પર્થ,

પર્થ ખાતે રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે પોતાની પ્રથમ ઇનિંગ્સમાં ૨૮૩ રન બનાવ્યા છે. આ સાથે જ યજમાન ટીમને ૪૩ રનની લીડ મળી હતી.

જો કે ભારતની પહેલી ઇનિંગ્સ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારતા ૧૨૩ રન બનાવ્યા હતા અને આઉટ થયો હતો. પરંતુ હવે કોહલીના કેચઆઉટના નિર્ણયને લઈ હવે એક વિવાદ સામે આવી રહ્યો છે.

હકીકતમાં દુનિયાના નંબર એક ટેસ્ટ બેટ્સમેન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ઇનિંગ્સમાં જયારે ૧૨૩ રનના સ્કોરે પહોચ્યો ત્યારે કાંગારું ઝડપી પેટ કમિન્સ મેચની ૯૩મી ઓવર ફેંકી રહ્યો હતો. આ દરમિયાન આ ઓવરનો અંતિમ બોલ કોહલીના બેટના કોર્નર પાર વાગ્યો હતો અને સ્લીપમાં ગયો હતો.

આ દરમિયાન બીજી સ્લીપમાં ઉભેલા કાંગારું ફિલ્ડર હેન્ડસકોમ્બે કેચ પકડ્યો હતો, પરંતુ આ કેચ યોગ્ય રીતે પકડવામાં આવ્યો તે નક્કી ન હતું.

જો કે ત્યારબાદ બંને ઓન ફિલ્ડ અમ્પાયર દ્વારા થર્ડ અમ્પાયરની મદદ લેવામાં આવી હતી અને તેઓએ કોહલીને આઉટ જાહેર કર્યો હતો. પરંતુ ત્યારબાદ સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બોલ જમીન પાર સ્પષ્ટ રીતે અડી રહ્યો છે.