Not Set/ રાજપક્ષેના રાજીનામાં બાદ શ્રીલંકાના પ્રધાનમંત્રી તરીકે રાનિલ વિક્રમાસિંઘેએ લીધા શપથ

કોલંબો, શ્રીલાકામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા સત્તાના સંઘર્ષને રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના દ્વારા આ વિવાદને ખત્મ કરવામાં આવ્યો છે. જો કે રાષ્ટ્રપતિના આ નિર્ણય સાથે જ પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપક્ષેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ત્યારબાદ હવે રવિવારે રાનિલ વિક્રમાસિંઘેએ દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા છે. Ranil Wickremesinghe took oath as the Prime Minister of […]

Top Stories World Trending
ranil wickremesinghe 759 રાજપક્ષેના રાજીનામાં બાદ શ્રીલંકાના પ્રધાનમંત્રી તરીકે રાનિલ વિક્રમાસિંઘેએ લીધા શપથ

કોલંબો,

શ્રીલાકામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા સત્તાના સંઘર્ષને રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના દ્વારા આ વિવાદને ખત્મ કરવામાં આવ્યો છે. જો કે રાષ્ટ્રપતિના આ નિર્ણય સાથે જ પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપક્ષેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ત્યારબાદ હવે રવિવારે રાનિલ વિક્રમાસિંઘેએ દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા છે.

રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ રવિવારે એક સમારોહમાં વિક્રમાંસિંઘેને પ્રધાનમંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા. આ સાથે જ શ્રીલંકામાં છેલ્લા ૫૧ દિવસથી ચાલતો સત્તાનો સંઘર્ષ પણ સમાપ્ત થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા ૨૬ ઓક્ટોમ્બરના રોજ વિક્રમાંસિંઘેને હટાવ્યા હતા અને રાજપક્ષેને પ્રધાનમંત્રી બનાવ્યા હતા. જો કે રાષ્ટ્રપતિના આ નિર્ણય બાદ દેશમાં એક પ્રકારનો સત્તાનો સંઘર્ષ શરુ થઇ ગયો હતો.

આ પહેલા દેશની સર્વોચ્ચ અદાલતના બે મુખ્ય નિર્ણય બાદ રાજપક્ષેનું પોતાના પદ પાર બની રહેવું મુશ્કેલ બની ગયું હતું, આ જોતા તેઓએ શનિવારે જ પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું.