Not Set/ બોલિવૂડ બાદ ક્રિકેટમાં પણ કોરોનાએ ઉચક્યું માથુ, હવે આ ખેલાડી થયો કોરોના સંક્રમિત

બોલીવૂડની સાથે ક્રિકેટ જગતમાં પણ કોરોનાએ કેર વરસાવવાનું શરૂ કરી દીધુ છે. પહેલા સચિન તેડુંલકર ત્યારબાદ યુસુફ પઠાણ અને હવે એસ બદ્રીનાથ કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આવી રહ્યા છે.

Top Stories Sports
Mantavya 141 બોલિવૂડ બાદ ક્રિકેટમાં પણ કોરોનાએ ઉચક્યું માથુ, હવે આ ખેલાડી થયો કોરોના સંક્રમિત

બોલીવૂડની સાથે ક્રિકેટ જગતમાં પણ કોરોનાએ કેર વરસાવવાનું શરૂ કરી દીધુ છે. પહેલા સચિન તેડુંલકર ત્યારબાદ યુસુફ પઠાણ અને હવે એસ બદ્રીનાથ કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આવી રહ્યા છે.

ક્રિકેટને લાગ્યું ગ્રહણ / સચિન તેંડુલકર બાદ યુસુફ પઠાણ પણ કોરોના સંક્રમિત

પૂર્વ ભારતીય બેટ્સમેન એસ. બદ્રીનાથ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યુ છે. બદ્રીનાથે પોતે રવિવારે ટ્વિટર પર આ માહિતી આપી હતી. કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ, તેણે ઘરમાં જ પોતાને આઇસોલેટ કરી દીધા છે. બદ્રીનાથ પહેલા સચિન તેંડુલકર અને યુસુફ પઠાણ પણ કોરોનાની ઝપટમાં આવી ચુક્યા છે અને ત્રણેય ખેલાડીઓ છત્તીસગઢનાં રાયપુરમાં થોડા દિવસો પહેલા યોજાયેલા રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝનો ખિતાબ જીતનાર ઈન્ડિયા લિજેન્ડસ ટીમનો ભાગ હતા.

બોલિવૂડને લાગ્યુ કોરોના ગ્રહણ / આમિર, માધવન બાદ હવે મિર્ઝાપુર એક્ટર વિક્રાંત મેસી કોરોના સંક્રમિત

ભારત માટે બે ટેસ્ટ અને સાત વનડે મેચ રમનારા બદ્રીનાથે ટ્વિટ કર્યું હતું કે, “હું સતત જરૂરી સાવચેતી રાખતો હતો અને સતત ટેસ્ટ પણ કરાવતો હતો. જોકે મારી કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને મારી અંદર હળવા લક્ષણો પણ છે.”  બદ્રીનાથ પહેલા ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ ઓલરાઉન્ડર યુસુફ પઠાણ અને દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. યુસુફે શનિવારે પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આ અંગેની જાણકારી આપી હતી. જણાવી દઇએ કે, રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં યુસુફ પઠાણ મેન ઓફ ધ ટૂર્નામેન્ટ તરીકે ચૂંટાયો હતો જ્યારે સચિન ભારત લિજેન્ડ્સ ટીમનો કેપ્ટન હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ