દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે સરકાર દ્વારા તેમને અટકાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે. આ વાયરસ કેટલો ખતરનાક છે તે આ ઉપરથી સમજી શકાય છે કે, આજે સામાન્ય વ્યક્તિ થી લઈને સેલીબ્રીટી સુધીનાં લોકો તેની ઝપટમાં આવી ગયા છે. ત્યારે ભારતનાં ભૂતપૂર્વ ઓલરાઉન્ડર એવા યુસુફ પઠાણે શનિવારે ટ્વિટર પર ખુલાસો કર્યો કે તેમનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. આ પહેલા ભારતીય ક્રિકેટર અને મહાન ખેલાડી સચિન તેંડુલકરનો કોવીડ-19 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
યુસુફ તાજેતરમાં રાયપુરમાં રમાયેલી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ટી-20 ટૂર્નામેન્ટ દરમિયાન તેંડુલકરની કેપ્ટનશીપવાળી ઇન્ડિયા લેજન્ડ્સની ટીમમાં સામેલ હતો.
યુસુફે જણાવ્યું કે, તે હાલ હોમ ક્વોરોન્ટાઇન થયા છે. યુસુફે ટ્વીટ કર્યુ કે, “મેં આજે કોવિડ -19 નો ટેસ્ટ કરાવ્યો છે જેમાં ટેસ્ટ
પોઝિટીવ આવ્યો હતો. હાલ તેઓ ઘરે બધી સાવચેતી રાખી રહ્યા છે, અને દવાઓ લે છે.
Not Set/
સચિન તેંડુલકર બાદ યુસુફ પઠાણ પણ કોરોના સંક્રમિત
દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે સરકાર દ્વારા તેમને અટકાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે. આ વાયરસ કેટલો ખતરનાક છે તે આ ઉપરથી સમજી શકાય છે કે, આજે સામાન્ય વ્યક્તિ થી લઈને સેલીબ્રીટી સુધીનાં લોકો તેની ઝપટમાં આવી ગયા છે. ત્યારે ભારતનાં ભૂતપૂર્વ ઓલરાઉન્ડર એવા યુસુફ પઠાણે શનિવારે ટ્વિટર […]
