Not Set/ ફિફા વર્લ્ડકપ : મેક્સિકોને ૨-૦થી હરાવી બ્રાઝિલે મેળવી અંતિમ-૮માં જગ્યા, નેમારે કર્યો શાનદાર ગોલ

સમારા, રશિયામાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડકપમાં પાંચ વારની ચેમ્પિયન ટીમ બ્રાઝિલે ક્વાટર ફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું છે. સોમવારે રમાયેલા પ્રી-ક્વાટર ફાઈનલના મુકાબલામાં મેક્સિકોને ૨–૦થી હરાવી શાનદાર જીત મેળવી છે. આ જીત સાથે બ્રાઝિલે ૭મી વખત વર્લ્ડકપની ક્વાટર ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી છે. Match #53 | #BRA 2-0 #MEX #BRAMEX pic.twitter.com/hzhzMD8SSG — FIFA World Cup […]

Sports

સમારા,

રશિયામાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડકપમાં પાંચ વારની ચેમ્પિયન ટીમ બ્રાઝિલે ક્વાટર ફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું છે. સોમવારે રમાયેલા પ્રી-ક્વાટર ફાઈનલના મુકાબલામાં મેક્સિકોને ૨–૦થી હરાવી શાનદાર જીત મેળવી છે. આ જીત સાથે બ્રાઝિલે ૭મી વખત વર્લ્ડકપની ક્વાટર ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી છે.

આ પહેલાની લીગ મેચમાં ગોલ કરવા માટે ઝઝૂમી રહેલા સ્ટાર ખેલાડી નેમારે દમદાર પ્રદર્શન કરતા શાનદાર ગોલ કર્યો હતો. બ્રાઝિલની ટીમ માટે નેમારે ૫૧મી મિનિટમાં પ્રથમ ગોલ કર્યો હતો, જયારે રોબર્ટો ફાર્મિન્ગોએ ૮૮મી મિનિટમાં ગોલ કર્યો હતો અને પોતાની ટીમને શાનદાર જીત આપવી હતી.

પ્રી-ક્વાટર ફાઈનલ મેચમાં વર્લ્ડ ચેમ્પિયન ટીમે શરૂઆતથી જ પોતાની આક્રમક લડત દ્વારા વિરોધી ટીમ પર પોતાનો દબાવ બનાવવામાં માટે થોડી રાહ જોઈ હતી, પરંતુ ત્યારબાદ ટીમના ખેલાડીઓએ પોતાની આક્રમક રમત દ્વારા મેક્સિકો પર હાવી થઇ હતી.

https://twitter.com/FIFAWorldCup/status/1013814445531856896

મેક્સિકો સામેની જીતમાં સ્ટાર ખેલાડી નેમારે મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ મેચમાં શરૂઆતથી નેમાર વિરોધી ટીમ પર હાવી રહ્યો હતો અને ૫૧મી મિનિટમાં પ્રથમ ગોલ કરી શાનદાર જીત અપાવી હતી. આ ગોલ કરવાની સાથે જ આ વર્લ્ડકપમાં છઠ્ઠો ગોલ કર્યો હતો અને રોબર્ટો રિવલિનો અને બબેટોની બરાબરી કરી છે.

નેમાર બાદ રોબર્ટો ફાર્મિન્ગોએ ૮૮મી મિનિટમાં ગોલ કર્યો હતો અને પોતાની ટીમને શાનદાર જીત આપવી હતી. આ સાથે જ બ્રાઝિલનો વર્લ્ડકપમાં આ ૨૨૭મો ગોલ છે. બીજી બાજુ વર્લ્ડ ચેમ્પિયન ટીમ જર્મનીને આ મામલે પાછળ છોડી એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

બ્રાઝિલની આ પ્રમાણે રહી સફર

વર્લ્ડકપના ગ્રુપ સ્ટેજમાં પાંચ વારની ચેમ્પિયન ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને એક પણ મેચ હાર્યા વગર પ્રી-ક્વાટર ફાઈનલમાં એન્ટ્રી મારી હતી. પ્રથમ મેચમાં સ્વિઝરલેન્ડ સામે ૧-૧થી ડ્રો રમ્યા બાદ કોસ્ટારિકાને ૨-૦થી, સર્બિયને ૨-૦થી હરાવી અંતિમ-૧૬માં જગ્યા બનાવી હતી.