gujrat election 2022/ આ બેઠક પર પક્ષ રહ્યાં બાજુ પર, ઉમેદવારો આવી ગયા આમને-સામને,ચૂંટણી જંગ બન્યો તેજ

ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગ ધીમે ધીમે વધૂ તેજ બની રહ્યોં છે, જુદા-જુદા પક્ષે યાદી જાહેર કર્યા પછી તો જાણે કરો યા મરો જેવી સ્થિતી સર્જાઇ છે જેમાં  માતર વિધાનસભા બેઠક પર રાજકારણ વધૂ ગરમાયુ છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
3 1 4 આ બેઠક પર પક્ષ રહ્યાં બાજુ પર, ઉમેદવારો આવી ગયા આમને-સામને,ચૂંટણી જંગ બન્યો તેજ

ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગ ધીમે ધીમે વધૂ તેજ બની રહ્યોં છે. જુદા-જુદા પક્ષે યાદી જાહેર કર્યા પછી તો જાણે કરો યા મરો જેવી સ્થિતી સર્જાઇ છે. જેમાં  માતર વિધાનસભા બેઠક પર રાજકારણ વધૂ ગરમાયુ છે કારણ કે, માતર બેઠક પર ભાજપે હાલના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની ટિકિટ કાપતા તેઓ આમ આદમી પાર્ટીમા જોડાયા છે. તો બીજી બાજુ આમ આદમી પાર્ટીએ માતર બેઠક માટે મહિપતસિંહ ચૌહાણને અગાઉ ટિકિટ આપી દીધી છે. એવામાં હવે કેસરીસિંહ આપમાં જોડાતા અને આપમાંથી જ માતર બેઠક માટે ચૂંટણી લડવાની  ચર્ચાએ જોર પકડ્યું છે. આ બાબતે   યોગ્ય નેતા સાથે વાત ન થતા મહિપતસિંહ ચૌહાણે શું કરવું તેની કસમકસમાં ફસાયા છે.  અને  અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે મહિપતસિંહે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી અપક્ષ માતર અને ખંભાત બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત કરી  છે.  જેના કારણે ત્રણે પક્ષ એકબાજુએ રહી ગયા છે અને આ રાજકીય જંગ સીધો જ કેસરીસિંહ તથા મહિપતસિંહ વચ્ચે જામ્યો હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. કારણ કે આ સીટ પર જીત કોની થાય છે તેના કરતા વધૂ મત કોને મળે છે અને કેટલા મતના માર્જિનથી હાર થાય છે તે મતદારો માટે મહત્વનું છે.

નોંધનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 એ ભાજપ માટે પોતાની સત્તા સાચવવા માટે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સત્તા મેવળવવા માટે મેદાનમાં ઉતર્યા છે.  ખેડા જિલ્લાના માતર વિધાનસભામાં ભાજપે કેસરીસિંહની ટિકિટ કાપી દીધી છે. મોડી રાતે રાજકીય ખેલ રમાયો અને કેસરીસિંહ સોલંકીએ આમ આદમી પાર્ટીમાં ઝંપલાવ્યા. જેને લઈને એ વાતે ચર્ચા શરૂ થઇ કે માતર બેઠક માટે આમ આદમી પાર્ટીમાંથી કેસરીસિંહ ચૂંટણી લડશે તે ડીલ સાથે તેઓ આપમાં જોડાયા છે. જેને લઈને આમ આદમી પાર્ટીએ પહેલા આ બેઠક પરથી મહિપતસિંહ ચૌહાણને ટિકિટ આપી હતી. તેમણે પણ આજે ફેસબુક લાઈવના માધ્યમથી જણાવી દીધું કે હવે હું માતર અને ખંભાત બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરીશ. એટલું જ નહીં તેમણે આક્ષેપ પણ કર્યો છે કે, મને ચૂંટણી હરાવવા માટે આ બધુ કરવામાં આવી રહ્યું છે.

મહિપતસિંહે એ પણ આક્ષેપ કર્યો કે, મેં પુછ્યું કે એમને ક્યાંથી લડાવાના છે તો પાર્ટી એ કહ્યું કે, આપણે પછી શાંતીથી ચર્ચા કરીશું, પરંતુ હજી સુધી કોઈ ચર્ચા કરી નથી, એટલે હવે મારે શું સમજવું? કોઈ જવાબ આપ પાર્ટી આપી નથી રહ્યા ત્યારે હું કહી દઉં કે એમને બહુ હવા હોય કે એમને લાગતુ હોય કે અમે કંઈ પણ કરી શકીએ છે તો એમ કંઈ ન થાય. હું સોમવારે માતર વિધાનસભા બેઠક માટે અને મંગળવારે ખંભાત બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવાનો છું.

હવે માતર વિધાનસભા બેઠક પર મહિપતસિંહ અપક્ષ ઉમેદવારી નોંધાવવાના છે ત્યારે માતર બેઠક પર 4 ઉમેદવારો મેદાનમાં ઉતરશે ત્યારે મતદારોનો મૂડ ત્યાં કેવો રહે છે કોણ બાજી મારે છે તે જોવું રહ્યું.