Not Set/ #કાળા કુબેર : જલ્દી જ જાહેર કરાશે, સ્વિસ બેંકનાં કાળા ચોર. સરકાર કરશે કંઇક આવું

કાળા નાણાં મામલે મોદી સરકારને મોટી સફળતા સ્વિટ્ઝર્લેન્ડ સરકારે આપી ખાતાઓની માહિતી આવતા વર્ષે પણ મળશે બીજુ લિસ્ટ કાળા કુબેરોનાં નામ આવસે જલ્દી જ સામે  વિદેશ પાસેથી કાળા નાણાં અંગેની માહિતી મેળવવાનાં મામલે મોદી સરકારે મોટી સફળતા હાંસલ કરી છે. સ્વિટ્ઝર્લેન્ડ સરકારે ભારતીય બેંક ખાતાઓ સાથે સંબંધિત પ્રથમ માહિતી ભારત સરકારને સુપરત કરી છે. સ્વિટ્ઝર્લેન્ડ […]

Top Stories India
Swiss Bank #કાળા કુબેર : જલ્દી જ જાહેર કરાશે, સ્વિસ બેંકનાં કાળા ચોર. સરકાર કરશે કંઇક આવું
  • કાળા નાણાં મામલે મોદી સરકારને મોટી સફળતા
  • સ્વિટ્ઝર્લેન્ડ સરકારે આપી ખાતાઓની માહિતી
  • આવતા વર્ષે પણ મળશે બીજુ લિસ્ટ
  • કાળા કુબેરોનાં નામ આવસે જલ્દી જ સામે 

વિદેશ પાસેથી કાળા નાણાં અંગેની માહિતી મેળવવાનાં મામલે મોદી સરકારે મોટી સફળતા હાંસલ કરી છે. સ્વિટ્ઝર્લેન્ડ સરકારે ભારતીય બેંક ખાતાઓ સાથે સંબંધિત પ્રથમ માહિતી ભારત સરકારને સુપરત કરી છે. સ્વિટ્ઝર્લેન્ડ દ્વારા સ્વિસ બેંકમાં ખોલવામાં આવેલા ભારતીય ખાતાઓ અંગેની માહિતી સરકારને સુપરત કરવામાં આવી છે.

સ્વિટ્ઝર્લેન્ડનાં ટેક્સ વિભાગના જણાવ્યા પ્રમાણે, બીજી વધારાની યાદી અને માહિતી 2020માં ભારત સરકારને સુપરત કરવામાં આવશે. મળતી માહિતી મુજબ વિશ્વના 75 દેશોના સ્વિટ્ઝર્લન્ડમાં લગભગ 31 લાખ ખાતા છે જેમાં ભારતનાં પણ ઘણા ખાતાઓ સહિત રડાર પર છે.

સ્વિટ્ઝર્લેન્ડની સરકાર દ્વારા માહિતી મળ્યા પછી સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, જે માહિતી મળી છે તેમાં તમામ ખાતા ગેરકાયદેસર નથી. સરકારી એજન્સીઓ હવે આ કેસમાં તપાસ શરૂ કરશે, જેમાં ખાતાધારકોના નામ, તેમના ખાતાની માહિતી શેર કરવામાં આવશે અને કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

વિદેશમાં રખાયેલા કાળું નાણું દેશમાં પરત લાવવું એ મોદી સરકાર માટે મોટો મુદ્દો છે, પછી ભલે તે 2014ની ચૂંટણી હોય કે 2019ની ચૂંટણીઓ, સ્વિટ્ઝરલેન્ડની સરકાર દ્વારા માહિતી એકત્રિત કરવા સતત સંપર્ક કરવામાં આવતો હતો. હવે કાળા નાણાં સામેની આ લડતમાં મોદી સરકારને સફળતા મળી છે. અને કાળા કુબેરોની જાહેરાત ટુંક સમયમાં કરવામાં આવેે તેવું માનવામાં આવી રહ્યું છે. 

આપને જણાવી દઇએ કે, જૂન 2019 માં સ્વિસ નેશનલ બેન્ક દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, સ્વિસ બેંકોમાં ભારતીયો દ્વારા થાપણોમાં ઘટાડો થયો છે. 2018 ના ડેટા અનુસાર સ્વિસ બેંકોમાં માત્ર 6757 કરોડ ભારતીયોની જમા છે. તેમ છતાં, તેમાંથી કેટલું કાળું નાણું છે અને કેટલું નહીં તે માહિતી સ્વિસ બેન્કો દ્વારા આપાઇ નહોતી.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો