Not Set/ જુઓ, આ પ્રકારની હશે ૧૦૦ રૂ.ની નવી નોટ, RBIએ જાહેર કરી પ્રથમ તસ્વીર

નવી દિલ્હી, વર્ષ ૨૦૧૬માં લાગુ કરવામાં નોટબંધી બાદ ભારતીય રિઝર્વ બેંક દ્વારા ૨૦૦૦, ૫૦૦ સહિત નવી નોટી બહાર પાડવામાં આવી ચુકી છે ત્યારે હવે RBI ટુંક જ સમયમાં ૧૦૦ રૂપિયાની નવી નોટ જાહેર કરવાનું છે. જો કે આ પહેલા RBI દ્વારા એક ૧૦૦ રૂપિયાની નવી નોટનો એક ફોટો જાહેર કરાયો છે. ૧૦૦ રૂપિયાની નવી નોટ […]

Top Stories India Trending
Didjod5U8AEzbl9 જુઓ, આ પ્રકારની હશે ૧૦૦ રૂ.ની નવી નોટ, RBIએ જાહેર કરી પ્રથમ તસ્વીર

નવી દિલ્હી,

વર્ષ ૨૦૧૬માં લાગુ કરવામાં નોટબંધી બાદ ભારતીય રિઝર્વ બેંક દ્વારા ૨૦૦૦, ૫૦૦ સહિત નવી નોટી બહાર પાડવામાં આવી ચુકી છે ત્યારે હવે RBI ટુંક જ સમયમાં ૧૦૦ રૂપિયાની નવી નોટ જાહેર કરવાનું છે.

જો કે આ પહેલા RBI દ્વારા એક ૧૦૦ રૂપિયાની નવી નોટનો એક ફોટો જાહેર કરાયો છે. ૧૦૦ રૂપિયાની નવી નોટ પર્પલ કલરમાં અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સીરીઝમાં જાહેર થશે.

RBI દ્વારા જાહેર કરાયેલી આ નવી નોટના પાછળના ભાગમાં ગુજરાતના પાટણ જિલ્લામાં સ્થિત ઐતિહાસિક “રાણી ની વાવ“નું ચિત્ર હશે.

જો કે જાહેર કરવામાં આવનારી નવી નોટની ડિઝાઈન જૂની ૧૦૦ રૂપિયાની તુલનામાં સરખી જ રાખવામાં આવી છે. આ નોટની સાઈઝ ૬૬ MM x 142 MM છે. બેંક દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ૧૦૦ રૂપિયાનું જૂની જેટલી પણ નોટ છે તે પણ શરુ જ રહેશે.

૧૦૦ રૂપિયાની નવી નોટની આ છે ખાસિયતો :

દેવનાગરી લિપિમાં ૧૦૦ લખવામાં આવ્યું છે.

નવી નોટની મધ્યમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તસ્વીર અંકિત કરવામાં આવી છે.

આ નોટમાં ૧૦૦ નીચે તરફ લખેલું છે.

માઈક્રો લેટરમાં RBI, ભારત, INDIA લખાયું છે.

જમણી બાજુ અશોક સ્તંભ હશે.

મહાત્મા ગાંધીની તસ્વીરની જમણી બાજુ પ્રોમિસ ક્લોજ હશે અને તેની નીચે RBIના ગવર્નર ઉર્જિત પટેલના હસ્તાક્ષર હશે.