Ahmedabad/ મણીનગરમાં રૂપિયા 11.63 લાખની લૂંટ ચલાવનારા 3 આરોપી ઝડપાયા

આ બાઈકની તેમણે નારોલ અને એક્ટીવાની  અમરાઈવાડીમાંથી ચોરી કરી હોવાનું બહાર આવ્.યું હતું. આ અંગે નારોલ અને અમરાઈવાડીમાં ગુના પણ નોંધાયા હતા.

Top Stories Gujarat
Beginners guide to 2024 03 08T180006.110 મણીનગરમાં રૂપિયા 11.63 લાખની લૂંટ ચલાવનારા 3 આરોપી ઝડપાયા

@ નિકુંજ પટેલ

Ahmedabad News: મણીનગરમાં ગયા મહિને જ્વેલર્સની દુકાનમાં રિવોલ્વર સાથે ઘુસીને 11.63 લાખની લૂંટના કેસમાં ક્રાઈમ બ્રાંચે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. તેમની પાસેથી પોલીસે પિસ્ટોલ, ચોરીના બે વાહનો અને દાગીના મળીને 2.53 લાખનો મુદ્દ્માલ કબજે કર્યો છે.

મણીનગરમાં 21 ફેબ્રુઆરીના રોજ રાત્રે 9.15 વાગ્યે આરોપીઓ પિસ્ટોલ અને છરા સાથે ઘુસી ગયા હતા. તેમણે દુકાનમાંથી મોબાઈલ અને દાગીના મળીને રૂ. 11,63,000 ની માલમત્તાની લૂંટ ચલાવી હતી. આ અંગે તે સમયે મણિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

બીજીતરફ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એસ.જે.જાડેજા, વી.બી.આલ અને એમ.એલ.સાળુંકે વગેરેએ અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી. તપાસમાં આરોપીઓએ ત્રણેક જેટલા ટુ વ્હીલરનો ઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. જેમાં બે બાઈક ગુજરાત પાસીંગ અને એક બાઈક રાજસ્થાન પાસીંગનું હોવાનું ખુલ્યું હતું.

જેને આધારે પોલીસે તપાસ કરીને રાજસ્થાનના મારવાડ જંક્શનના રહેવાસી બલવીરસિંહ એલ.રાજપૂત (21), મુળ રાજસ્થાનના અને વાસણામાં રહેતા સુમેરસિંહ ડી. રાવત (18) અને મુળ રાજસ્થાનના અને નિકોલમાં રહેતા કુંદન એ.રાવત (21) ની વાસણામાં સોરાઈનગરના ખુલ્લા પ્લોટમાં બાવળની ઝાડીઓમાંતી ઝડપી લીધા હતા. ત્રણેય આરોપી પાસેથી પોલીસે દુકાનદારનો મોબાઈલ અને દાગીના મળીને કુલ રૂ. 2,53,100 નો મુદ્દ્માલ કબજે કર્યો હતો. તે સિવાય ગુનામાં ઉપયોગમાં લીધેલું બાઈક અને એક્ટીવા કબજે કર્યા હતા.

આ બાઈકની તેમણે નારોલ અને એક્ટીવાની  અમરાઈવાડીમાંથી ચોરી કરી હોવાનું બહાર આવ્.યું હતું. આ અંગે નારોલ અને અમરાઈવાડીમાં ગુના પણ નોંધાયા હતા.

આરોપીઓની મોડસ ઓપરેન્ડી મુજબ આ ગુનાનો મુખ્ય આરોપી અને રાજસ્થાનનો રહેવાસી ગીરધારીસિંગ રાવત રામોલમાં મકાન ભાડે રાખતો હતો. બાદમાં તે પત્ની પીજાદેવી સાથે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રેકી કરતા હતા. જેમાં તેમણે મણીનગરમાં ભૈરવનાથ ચાર રસ્તા પાસેની જય ભવાની જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટ ચલાવવાનું કાવતરૂ ઘડ્યપં હતું. ગિરધારીસિંગે પોતે જ પિસ્ટલ અને કારતૂસની વ્યવસ્થા કરી હતી અને બનાવને દિવસે તેણે પિસ્ટલ સુમેરસિંગને આપી હતી. તે સિવાય તેણે લૂંટ કરવા માટે નિકોલ અને અમરાઈવાડીમાંથી બાઈક અને એક્ટીવાની ચોરી પણ કરી હતી.

ગિરધારીસિંગ પોતે રાજસ્થાન પાસીંગબાઈક રાખતો હતો. લૂંટ કર્યા બાદ ગિરધારીસિંગ પોતાના રામોલના  ભાડાના મકાને ગયો હતો અને બાદમાં લૂંટની માલમત્તા લઈને પત્ની સાથે રાજસ્થાન ભાગી ગયો હતો.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Sports/ સનરાઈઝર્સ હૈદરાબાદની જર્સીમાં એવું ખાસ શું છે જેની ચારેબાજુ ચર્ચાઓ થઈ રહી છે…

આ પણ વાંચોઃ Crime/ સુરતમાં ત્રીજા માળેથી પટકાતા વિદ્યાર્થીનીનું મોત

આ પણ વાંચોઃ National Creators Award 2024,/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ ક્રિયેટર્સ એવોર્ડ આપતા અમદાવાદીઓ વિશે રસપ્રદ વાત કરી…