Gujarat rainforecast/ રાજ્યમાં આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છે ભારે વરસાદની આગાહી

રાજ્યમાં મેઘમહેર ફરીથી શરૂ થઈ ગઈ છે ત્યારે શનિવાર 16મીના રોજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

Top Stories Gujarat
Mantavya 1 રાજ્યમાં આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છે ભારે વરસાદની આગાહી

ગાંધીનગરઃ રાજ્યમાં મેઘમહેર ફરીથી શરૂ થઈ ગઈ છે ત્યારે શનિવાર 16મીના રોજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગાહી મુજબ આજના  Gujarat rainforecast દિવસમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેમ માનવામાં આવે છે. જ્યારે મધ્ય ગુજરાતમાં નર્મદા જિલ્લો, છોટાઉદેપુર અને દાહોદમાં ભારેથી અતિભાવે વરસાદ પડશે તેવી ચેતવણી હવામાન વિભાગે આપી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે ભારે વરસાદના પગલે તંત્રએ સાબદા રહેવું પડશે. આ માટે જિલ્લા વહીવટીતંત્ર પણ કામે લાગી ગયું છે. ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે અને તેના લીધે જનજીવન પણ પ્રભાવિત થઈ શકે છે તેમ પણ જણાવાયું હતું. આના પગલે જિલ્લાના તંત્રએ જરૂરી કામગીરી હાથ ધરી છે.

આ ઉપરાંત આવતીકાલે Gujarat rainforecast છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ અને નવસારીમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે જ કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે તેમ જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં વરસાદ ન પડવાના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. હવે સપ્ટેમ્બરમાં પડનારો વરસાદ કદાચ ઓગસ્ટની ઘટ તો પૂરી નહી કરે, પરંતુ ખેડૂતોનો પાક તો નિષ્ફળ નહી જાય તેટલું તો વરસાદે સુનિશ્ચિત કરી દીધુ છે. આખા ઓગસ્ટ મહિનાની સરેરાશ જેટલો વરસાદ સપ્ટેમ્બરના પ્રથમ દસ દિવસમાં પડી ગયો. હવે બીજા દસ દિવસમાં તેનાથી બમણી સરેરાશથી પડનારો વરસાદ ખેડૂતોના પાકને નવજીવન બક્ષશે.

આ ઉપરાંત ગાંધીનગર, ખેડા અને Gujarat rainforecast અમદાવાદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આગામી બે દિવસ ભારે વરસાદ પડી શકે છે. તેની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ઓગસ્ટમાં વરસાદ ન વરસતા ખેડૂતોમાં ચિંતા વધી હતી. હવે ચિંતા સપ્ટેમ્બરના વરસાદે દૂર કરી દીધી છે.

હવામાન વિભાગે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 101 તાલુકામાં વરસાદ પડ્યો છે. તેમા નર્મદાના સાગબારામાં 2.5 ઇંચ, બારડોલી અને ગરુડેશ્વરમાં બે ઇંચ, સોનગઢ ઉમરપાડા, ગરબાડામાં 1.8 ઇંચની સાથે છોટાઉદેપુ, કપરાડા અને ઉચ્છલમાં 1.7 ઇંચ વરસાદ પડ્યો છે.

 

આ પણ વાંચોઃ OBC reservation bill/OBC સમુદાયને ગુજરાત સરકારે આપી આ મોટી ભેટ

આ પણ વાંચોઃ Peanut oil/સિંગતેલના ભાવમાં ભડકો, ડબ્બાનો ભાવ ત્રણ હજાર રૂપિયાને પાર

આ પણ વાંચોઃ PM Modi’s Birthday/સરકારી શાળાના વિદ્યાર્થીઓએ PM મોદીના જન્મદિવસ નિમિત્તે લખ્યો પત્ર અને વ્યક્ત કરી આ ઈચ્છા

આ પણ વાંચોઃ Gujarat rainforecast/ગુજરાતમાં આગામી અઠવાડિયાના વરસાદમાં ચોમાસાની બાકીની ખાધ પૂરી થઈ જશે

આ પણ વાંચોઃ CM-OBC/આવક, આવાસ અને આરોગ્ય પર ધ્યાન આપે ઓબીસી સમાજઃ સીએમ ભુપેન્દ્ર પટેલ