Not Set/ સમાજવાદી પાર્ટીનાં અધ્યક્ષ અખિલેષ યાદવે 2020ને લઇને કર્યુ ચોંકાવનારું એલાન

સમાજવાદી પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે મોટી જાહેરાત કરી છે. અખિલેશે કહ્યું છે કે સમાજવાદી પાર્ટી એકલા રહીને 2022 ની ચૂંટણી લડશે. તેમણે વધુમાં કહ્યું કે અમે કોઈની સાથે ગઠબંધન કરીશું નહી અને ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવીશું. આપને જણાવી દઈએ કે, પોતાની પાર્ટી બનાવનાર શિવપાલ યાદવે કહ્યું હતું કે તેઓ પાર્ટીમાં પાછા આવવા માટે તૈયાર […]

Top Stories India
images 82 સમાજવાદી પાર્ટીનાં અધ્યક્ષ અખિલેષ યાદવે 2020ને લઇને કર્યુ ચોંકાવનારું એલાન

સમાજવાદી પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે મોટી જાહેરાત કરી છે. અખિલેશે કહ્યું છે કે સમાજવાદી પાર્ટી એકલા રહીને 2022 ની ચૂંટણી લડશે. તેમણે વધુમાં કહ્યું કે અમે કોઈની સાથે ગઠબંધન કરીશું નહી અને ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવીશું. આપને જણાવી દઈએ કે, પોતાની પાર્ટી બનાવનાર શિવપાલ યાદવે કહ્યું હતું કે તેઓ પાર્ટીમાં પાછા આવવા માટે તૈયાર છે.

2022 માં મહાગઠબંધન અંગેનાં સવાલ પર અખિલેશે કહ્યું કે તેઓ કોઈપણ ગઠબંધન વિના સરકાર બનાવશે. સમાજવાદી લોકો તેની તૈયારીઓમાં વ્યસ્ત થઇ ગયા છે. વળી સુરક્ષા હટાવવાનાં સવાલ પર તેમણે કહ્યું કે, કોંગ્રેસની એસપીજી અને મારી એનએસજીને હટાવી દેવાઇ છે અને આ અંગે મારે કંઈ કહેવાનું નથી. જો કે, તેમણે ઉદ્યોગપતિ રાહુલ બજાજનાં નિવેદન પર કહ્યું કે લોકોનાં હક છીનવાઈ રહ્યા છે અને બધે જ ભયનો માહોલ છે.

હૈદરાબાદ ગેંગરેપ અને મર્ડર કેસમાં અખિલેશ યાદવે કહ્યું કે આરોપીઓ સામે કડક કાર્યવાહી થવી જોઇએ. પોલીસની કામગીરીમાં સુધારો કરવો પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અખિલેશ યાદવે કહ્યું કે આરોપીઓને તાત્કાલિક સજા થવી ખૂબ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.