Not Set/ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને મળવા પહોંચ્યા નવજોત સિંહ સિદ્ધુ

નવજોત સિંહ ગુરુવારે બપોરે ચંદીગઢના પંજાબ ભવનમાં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને મળવા પહોંચી ગયા છે. ચન્નીએ સિદ્ધુનો સંપર્ક કરવાની અને વાતચીત..

Top Stories India
નવજોત સિંહ

 નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ તેમને મનાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ ટસ થી મસ નાં થયા. બેઠકોનો રાઉન્ડ બુધવારે પણ ચાલુ રહ્યો, પરંતુ કોઈ પરિણામ આવ્યું નહીં. બુધવારે સવારે, તેમણે એક વીડિયો સંદેશ જાહેર કર્યો કે ‘હું મારા છેલ્લા શ્વાસ સુધી સત્ય માટે લડીશ’.

આ પણ વાંચો : પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે ભાજપમાં સામેલ થવાની અટકળો પર મૂક્યો પૂર્ણવિરામ

આ બધાની વચ્ચે નવજોત સિંહ ગુરુવારે બપોરે ચંદીગઢના પંજાબ ભવનમાં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને મળવા પહોંચી ગયા છે. ચન્નીએ સિદ્ધુનો સંપર્ક કરવાની અને વાતચીત દ્વારા મુદ્દાઓ ઉકેલવાની ઓફર કર્યાના એક દિવસ પછી આ પહેલ આવી છે.

પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપનાર સિદ્ધુએ જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રીએ મને મંત્રણા માટે બોલાવ્યો છે… પોલીસ મહાનિદેશક, રાજ્યના એડવોકેટ જનરલ અને ‘કલંકિત’ નેતાઓની નિમણૂક પર સવાલ ઉઠવ્ય હતા.

આ પણ વાંચો :આ નવરાત્રિએ વિવિધ ધાર્મિક સ્થળોનાં દર્શન કરાવશે ‘AMTS Bus’

કેપ્ટન અમરિંદર સિંહને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા બાદ અને આગામી વર્ષની શરૂઆતમાં રાજ્યમાં મહત્વની વિધાનસભાની ચૂંટણી પહેલા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સિદ્ધુના રાજીનામા બાદ કોંગ્રેસના પંજાબ એકમમાં ઉથલ પાથલ છે. નવા મંત્રીમંડળ અને અન્ય ઉચ્ચ અધિકારીઓની તાજેતરની નિમણૂકોને લઈને પંજાબ કોંગ્રેસમાં જૂથવાદ સામે આવ્યો.

આ પણ વાંચો :દિલ્હીમાં આ વર્ષે નહી કરી શકો સાર્વજનિક સ્થળોએ છઠ પૂજા

આ પણ વાંચો : સુશાંત સિંહ રાજપૂતના મિત્ર કુણાલ જાનીની NCB એ કરી ધરપકડ, લાંબા સમયથી હતો ફરાર