તિરંગો/ ગોવાના સાઓ જેસિન્ટો ટાપુ પર આખરે નૌકાદળે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો,જાણો કેમ થયો હતો વિરોધ

સંરક્ષણ મંત્રાલય આઝાદીના 75 માં વર્ષ નિમિત્તે ‘આઝાદી નો અમૃત મહોત્સવ’ કાર્યક્રમના ભાગરૂપે દેશભરના ટાપુઓ પર તિરંગો ફરકાવી રહ્યા છે 

Top Stories
goa navey ગોવાના સાઓ જેસિન્ટો ટાપુ પર આખરે નૌકાદળે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો,જાણો કેમ થયો હતો વિરોધ

શનિવારના રોજ અંતે  નૌકાદળે ગોવાના સાઓ જેસિન્ટો ટાપુ પર તિરંગો ફરકાવ્યો. સ્થાનિક લોકોના વિરોધને કારણે શુક્રવારે નૌકાદળે પોતાનો કાર્યક્રમ રદ કર્યો હતો.આ ઘટના બાદ  ગોવાના સીએમ પ્રમોદ સાવંતે ટાપુવાસીઓને ચેતવણી આપી હતી.શુક્રવારે તિરંગા ફકાવવા દેવાના મામલે સખત વિરોધ થયો હતો જેના અતર્ગત આજે ટાપુ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

સંરક્ષણ મંત્રાલય આઝાદીના 75 માં વર્ષ નિમિત્તે ‘આઝાદી નો અમૃત મહોત્સવ’ કાર્યક્રમના ભાગરૂપે દેશભરના ટાપુઓ પર તિરંગો ફરકાવી રહ્યા છે  આ કાર્યક્રમ 13 થી 15 ઓગસ્ટ સુધી ચાલશે . શુક્રવારના દિવસે  નેવીએ સાઓ જેસિન્ટો ટાપુ પર તેનો કાર્યક્રમ અચાનક રદ કર્યો. આનું કારણ સ્થાનિક લોકો દ્વારા કાર્યક્રમનો વિરોધ હોવાનું બહાર આવ્યું હતું . આ અંગે દેશના નાગરિકોની  ભારે પ્રતિક્રિયા જોવા મળી હતી.

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ટાપુવાસીઓને ચેતવણી આપી હતી કે અહીં કોઈપણ ભોગે ધ્વજ ફરકાવવામાં આવશે. ભારત વિરોધી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શનિવારે કાર્યક્રમ બાદ સાવંતે તેના પર ખુશી વ્યક્ત કરી હતી. સમારોહની તસવીર પોસ્ટ કરતા મુખ્યમંત્રીએ ટ્વિટ કર્યું હતું કે, સાઓ જેસિન્ટો ટાપુ પર ભારતીય ધ્વજ ફરકાવવામાં સ્થાનિકોને નૌકાદળમાં જોડાયેલો જોઈને આનંદ થયો. મને આનંદ છે, સદબુદ્વિ આવી  જયહિંદ, દેશ પહેલા.

નૌકાદળના પ્રવક્તાએ શનિવારે જણાવ્યું હતું કે 13 ઓગસ્ટના રોજ એક નાની ગેરસમજ બાદ આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું , ગોવા નૌકા વિસ્તારની એક ટીમે  જેસિન્ટો ટાપુ પર રાષ્ટ્રધ્વજ  બપોરે 2.45 વાગ્યે  ફરકાવવામાં આવ્યો હતો. ઇવેન્ટ દરમિયાન ટાપુવાસીઓએ નૌકાદળની ટીમ સાથે રાષ્ટ્રગીત ગાયું હતું.

સાઓ જેસિન્ટોની રહેવાસીઓએ સ્પષ્ટતા કરી હતી કે તેમને ધ્વજ ફરકાવવાનો વાંધો નથી. તેમને ડર છે કે નૌકાદળનો કાર્યક્રમ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ટાપુ પર કબજો મેળવવાની શરૂઆત કરી શકે છે. આ કેન્દ્ર સરકાર દ્વારા પોર્ટ ઓથોરિટીઝ એક્ટ, 2020 હેઠળ કરી શકાય છે.