CM-OBC/ આવક, આવાસ અને આરોગ્ય પર ધ્યાન આપે ઓબીસી સમાજઃ સીએમ ભુપેન્દ્ર પટેલ

ગુજરાતમાં ઓબીસી સમાજને 27 ટકા અનામતના મુદ્દે આભારદર્શન કાર્યક્રમમાં સીએમ ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ઓબીસી સમાજ આવક, આવાસ અને આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે. ઓબીસી સમાજને 27 ટકા અનામતનું બિલ આજે મંજૂર થશે.

Gandhinagar Gujarat
For Mantavya આવક, આવાસ અને આરોગ્ય પર ધ્યાન આપે ઓબીસી સમાજઃ સીએમ ભુપેન્દ્ર પટેલ

ગાંધીનગરઃ ગુજરાતમાં ઓબીસી સમાજને 27 ટકા અનામતના મુદ્દે આભારદર્શન CM-OBC કાર્યક્રમમાં સીએમ ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ઓબીસી સમાજ આવક, આવાસ અને આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે. ઓબીસી સમાજને 27 ટકા અનામતનું બિલ આજે મંજૂર થશે.

તેમણે જણાવ્યું હતું કે સરકારે શહેરોમાં આઠ લાખ અને ગ્રામીણ વિસ્તારોમાં ચાર લાખ મકાન બનાવ્યા છે. નર્મદાના પાણીના જોડાણ, ઉજ્જવલા હેઠળ ગેસ અને વૃદ્ધ પેન્શન યોજનાનો પણ લાભ મળ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીના પાંચ સંકલ્પમાંથી CM-OBC એક સંકલ્પ વિકસિત ભારતનું છે અને આ સ્વપ્ન વિકસિત ગુજરાત વગર પૂરું નહી થાય. ગુજરાતની દરેક જનજાતિનો વિકાસ થાય તો જ ગુજરાત વિકસશે.

તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ભારતે જી-20નું સફળ આયોજન જોયું છે. હાલમાં ભારત તરફ દરેક દેશની આશાની મીટ છે. દરેક દેશના આગેવાનોને ખબર છે કે મુશ્કેલી આવે તો કોની પાસે જવું. દરેક દેશ મુશ્કેલી આવે ત્યારે CM-OBC ભારતને યાદ કરે છે. તેઓને વિશ્વાસ છે કે ભારતીય પીએમ નરેન્દ્ર મોદી તેમની સમસ્યના ઉકેલમાં મહત્વનો ફાળો આપશે. ભારતની કૂટનીતિના તો ચીન જેવા દેશે પણ વખાણ કરવાની ફરજ પડી છે.

આ ઉપરાંત ભારતે ચંદ્રયાન ચંદ્ર પર ઉતારવામાં મેળવેલી સફળતાના દરેક દેશે વખાણ કર્યા છે. પીએમે સરકારી યોજનાનો લાભ સો ટકા મળે તેવો પ્રયત્ન કર્યો છે. તેથી જ તો આજે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીટીસી) દ્વારા દર વર્ષે સીધી ત્રણ લાખ કરોડ રૂપિયાની બચત થાય છે. પીએમ મોદીએ જણાવ્યું છે કે મારી સરકાર દલિતોની, વંચિતોની અને નારી સશક્તિકરણની સરકાર છે.

 

આ પણ વાંચોઃ PM મોદીનો બિગ ફેન/સુરતના આ એન્જીનિયર PM મોદીને માને છે ભગવાન, હાથ પર બનાવી દીધું PMના ફોટોનું ટેટુ

આ પણ વાંચોઃ Kutch/કચ્છમાં ભગવો લહેરાયો,તમામ તાલુકા પંચાયત ભાજપના હસ્તક,કાર્યકરોમાં ખુશીની લહેર

આ પણ વાંચોઃ Agriculture University/ગુજરાતની પહેલઃ ભારતમાં પ્રથમ ‘ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી’

આ પણ વાંચોઃ ચેતજો/અમદાવાદમાં અઘોરીના વેશમાં ચોરી કરતી ગેંગ ઝડપાઇ, મોડ્સ ઓપરેન્ડી જાણી સન્ન રહી જશો

આ પણ વાંચોઃ Suicide for Mobile/બર્થડેએ મોબાઇલ કેમ ન લઈ આપોઃ યુવકનો આપઘાત