Bharuch-Gas Leak/ કેમિકલ ફેક્ટરીમાં મોટો અકસ્માત, ઝેરી ગેસ લીક થવાથી 28 લોકો હોસ્પિટલમાં દાખલ

ગુજરાતના ભરૂચ જિલ્લામાં બુધવારે એક ફેક્ટરીમાં ઝેરી ગેસ લીક ​​થયો હતો. ઝેરી ગેસ લીક ​​થતાં 28 કામદારોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  આ અકસ્માત બપોરે એક વાગ્યાની આસપાસ બન્યો હતો.

Top Stories Gujarat Others
Bharuch Gas leakage કેમિકલ ફેક્ટરીમાં મોટો અકસ્માત, ઝેરી ગેસ લીક થવાથી 28 લોકો હોસ્પિટલમાં દાખલ

ભરૂચ: ગુજરાતના ભરૂચ જિલ્લામાં બુધવારે Poisonous Gas leak એક ફેક્ટરીમાં ઝેરી ગેસ લીક ​​થયો હતો. ઝેરી ગેસ લીક ​​થતાં 28 કામદારોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  આ અકસ્માત બપોરે એક વાગ્યાની આસપાસ બન્યો હતો.

બપોરે 1 વાગ્યાની આસપાસ જ્યારે ગેસ લીકની જાણ થઈ ત્યારે ફેક્ટરીમાં લગભગ 2,000 કામદારો હાજર હતા. તમામને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. તબિયત બગડતાં લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ટાંકીની નજીક રહેલા Poisonous Gas leak કર્મચારીઓએ સ્વાસ્થ્ય સમસ્યાઓની ફરિયાદ કરી હતી અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ગેસ લીકને કાબૂમાં લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત ઔદ્યોગિક રાજ્ય છે અને Poisonous Gas leak  રાજ્યમાં ઔદ્યોગિક અકસ્માતો વારંવાર બનતા રહે છે, આમ છતાં પણ આ મોરચે સરકાર દ્વારા કે કંપનીના માલિકો દ્વારા તકેદારીના જોઈએ તેવા પગલાં લેવામાં આવતા નથી. ઔદ્યોગિક અકસ્માતો ટાળવા માટેની માર્ગદર્શિકાઓને પણ તે ઘોળીને પી જાય છે. તેના પછી જયારે અકસ્માત થાય છે ત્યારે તેઓ આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે છે તેવો ઘાટ સર્જાય છે.

ગુજરાત સરકારના ઔદ્યોગિક વિભાગ એકમ દ્વારા જો આ બધા એકમોની નિયમિત રીતે ચકાસણી કરવામાં આવે તો પણ આ પ્રકારની સ્થિતિ નીવારી શકાય છે. પણ તંત્ર ઉદાસીન છે. છેવટે મજૂરોના જાનમાલની કોને પડી હોય. દરેક અકસ્માતમાં મોતની કિંમત ચાર લાખ અને ઇજાગ્રસ્તની કિંમત પચાસ હજારથી એક લાખની છે.

 

આ પણ વાંચોઃ chandrayaan3/સૂર્યાસ્તના સમયે આજે ભારતમાં સોનાનો સૂરજ ઉગ્યો છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

આ પણ વાંચોઃ MOU/શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતમાં 3500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે,CMની ઉપસ્થિતિમાં થયા MOU

આ પણ વાંચોઃ chandrayan-3/ભારત માટે ઐતિહાસિક ક્ષણ: ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ચંદ્રયાન-૩નું સફળ લેન્ડિંગ

આ પણ વાંચોઃ ક્રાઈમ/સુરત પોલીસે અસામાજિક તત્વો સામે ઉગામ્યુ પાસાનું હથિયાર, 5 વર્ષમાં 3052 ઈસમો સામે કર્યા પાસા

આ પણ વાંચોઃ Rangoli Made Of Chandrayaan 3/સુરતમાં ચંદ્રયાન 3 ને લઈ બનાવાઈ વિશાળ રંગોળી