Not Set/ ખાનગી વીજકંપનીની બેદરકારીથી વીજપોલ તુટ્યો, 12 જેટલા અબોલ પશુઓના મોત

દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર ખાતે જેટકો કંપનીનો વીજપોલ અચાનક ધરાશાયી થયો હતો. ત્યાં માલધારી પોતાના ઘેટા બકરા ચરાવી રહ્યો હતો. આ ભારેભરખમ વીજપોલ માલધારીના ઘેટા બકરા ઉપર પડતા 12 જેટલા અબોલ પશુઓના મોત નીપજ્યા હતા.

Gujarat Others Trending
જામ કલ્યાણપુર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકા ખાતે ગોઝારી ઘટના સામે આવી છે. જેટકો કંપનીનો વીજપોલ ધરાશાયી થતા ૧૨ જેટલા અબોલ પશુઓના મોત થયું છે. અને સંખ્યાબંધ પશુઓ ઘાયલ થયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર ખાતે જેટકો કંપનીનો વીજપોલ અચાનક ધરાશાયી થયો હતો. ત્યાં માલધારી પોતાના ઘેટા બકરા ચરાવી રહ્યો હતો. આ ભારેભરખમ વીજપોલ માલધારીના ઘેટા બકરા ઉપર પડતા 12 જેટલા અબોલ પશુઓના મોત નીપજ્યા હતા.

ખાનગી કંપનીની ઘોર બેદરકારીના કારણે વીજપોલ પડવાથી 12 અબોલ ઘેટાંઓના મોત નીપજ્યા છે. અને સંખ્યા બંદ પશુઓ ઘાયલ થયા છે. જેને લઇ માલધારીને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. જો કે ઘેટાંના માલિકએ પણ પોતાનો જાવ બચાવીને ભાગવાની ફરજ પડી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

ઉકત સ્થળે ઘેટા બકરા ચરાવનારા પશુઓના માલિક રાજુભાઇ પરબત તથા પરીવાર પણ ઘટના સમયે પશુઓ સાથે હતો. સદનસીબે તમામનો આબાદ બચાવ થયો છે.

રાજકીય વિશ્લેષણ / નીતિશકુમાર વધુ એક ‘ખેલ’ પાડવાની તૈયારીમાં !!

વિશ્લેષણ / દેશના મોટાં રાજ્ય યુપીમાં આઠ પક્ષોએ કર્યું છે શાસન

અવસાન / વરિષ્ઠ પત્રકાર અને રાજ્યસભાનાં પૂર્વ સાંસદ ચંદન મિત્રાનું નિધન

શાળાઓ /  આજ થી રાજય માં ધોરણ ૬ થી ૮ ના વર્ગો શરુ કરાયા

મહામારીનો ડર / કોરોનાના એક નવા મ્યૂ વેરિઅન્ટે દીધી દસ્તક ! WHO એ કહ્યું- કોલંબિયાંમાં મળેલો આ વેરિઅન્ટ છે સૌથી ખતરનાક