રાજ્યમાં કોરોના ની બીજી લહેર ભયંકર જોવા મળી હતી .જેમાં લાખો લોકો કોરોના સંક્રમિત માં મૃત્યુ પામ્યા હતા . સરકાર દ્વારા કોરોના ને નિયંત્રણ માં લાવવા અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જેમના પગલે શાળાઓ માં પણ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું . હવે જયારે કોરોના કેસ ઘટતા જોવા મળી રહ્યા છે ત્યારે ફરીથી શાળાઓ શરુ કરવામાં આવી . ત્યારે આજ થી 6થી 8ની શાળાઓ શરુ કરવામાં આવી છે . ત્યારે માતાપિતા પોતાના બાળકને શાળાએ મોકલવા અસમંજશમાં છે.
આ પણ વાંચો : વરિષ્ઠ પત્રકાર અને રાજ્યસભાનાં પૂર્વ સાંસદ ચંદન મિત્રાનું નિધન
ગુજરાતની શાળાઓમાં આજથી ધોરણ 6થી 8ના વર્ગોનું ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ થયું છે. આજથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ-6, 7 અને 8માં 50 ટકા હાજરી સાથે શૈક્ષણિક સત્ર શરૂ થયું છે, ગુજરાતની 30 હજારથી વધુ શાળાના 32 લાખ જેટલા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય આજથી ફરી શરૂ થયું છે, ત્યારે શાળામાં સંચાલકોએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત છે અને વાલીઓની પરવાનગી બાદ વિદ્યાર્થીઓ શાળામાં ઓફલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. આ સાથે શાળાઓએ ઓનલાઈન વર્ગ પણ શરૂ જ રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો :સોલા સિવિલ હોસ્પિટલમાંથી એક દિવસના નવજાતનું અપહરણ, ઘટનાને લઈ મચ્યો ચકચાર
