સ્થાનિક સ્વરાજ ચૂંટણી/ પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડનો નિર્ણય, 60 વર્ષથી ઉપરના ઉમેદવારને ટિકિટ નહીં

આજનો દિવસ સમગ્ર દેશ માટે તેમજ રાજ્ય માટે કાર્યક્રમો થી ભરપુર રહ્યો છે. એક તરફ દેશભર મારે આજે કેન્દ્રિય બજેટની રજૂઆત કરવામાં આવી છે.જ્યારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી રહી છે

Top Stories Gujarat
1

આજનો દિવસ સમગ્ર દેશ માટે તેમજ રાજ્ય માટે કાર્યક્રમો થી ભરપુર રહ્યો છે. એક તરફ દેશભર મારે આજે કેન્દ્રિય બજેટની રજૂઆત કરવામાં આવી છે.જ્યારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી રહી છે.તેની વચ્ચે રાજ્યમાં‌ 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાટે મુરતિયાની પસંદગી પ્રક્રિયાનો પ્રારંભ આજે કરવામાં આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસની બેઠકો શરૂ કરી દેવામાં આવી છે.ભાજપ દ્વારા મુખ્યમંત્રીના બંગલા પર અને કોંગ્રેસ દ્વારા ફાર્મ હાઉસમાં બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આજે ખાસ અગત્યના નિર્ણયો કરવામાં આવ્યા છે. હંમેશા શાસક પક્ષ અને સત્તાપક્ષ બંને એકબીજા પર પરિવારવાદ માટે આક્ષેપો કરતા આવ્યા છે ત્યારે તેનાથી પર રહી અને આજે નિર્ણય લેવામાં આવી રહ્યા છે.

Budget / ​​બજેટ 2021 ને ચેતન ભગતે કહ્યું ‘Very Good’, બોલ્યા – 2021 માં ભારતીય અર્થવ્યવસ્થામાં આવશે તેજી…

જે અંતર્ગત રાજ્યમાં 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી અને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પટેલની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી રૂપાણી ના બંગલે તેમની ઉપસ્થિતિમાં ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની બેઠક શરૂ કરવામાં આવી છે.3 ફેબ્રુઆરી સુધી ચાલનારી આ બેઠકમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.જે અંતર્ગત આજે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા એક પણ ઉમેદવારને ટિકીટ આપવામાં આવશે નહીં.આ ઉપરાંત ત્રણ ટપોરી કરનારને પણ ટિકિટ આપવામાં આવશે નહીં. તેમજ કોઈપણ આગેવાનોના સગાને પણ ટિકિટ આપવામાં આવશે નહીં.

1

Union Budget / જો તમે સામાન્ય કરદાતા છો, તો બજેટમાં તમારા માટે શું છે?

બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે. કોંગ્રેસના નેતાઓ પણ ગાંધીનગર નજીક એક ફાર્મહાઉસમાં ખાનગી બેઠકોનો દોર શરૂ કરશે. કોંગ્રેસ દ્વારા હવે રણનીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરે તે પહેલા કોંગ્રેસ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરે તેવી શક્યતા સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જે અંતર્ગત કુલ 200 નામનો સમાવેશ કરવામાં આવશે.

1

Union Budget / સામાન્ય બજેટમાં સામાન્ય માણસને મોટો ઝટકો, મોબાઇલ અને ચાર્જર થશે મોંઘા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…