- ધરમપુરના તામછડીમાં 150 હિન્દુની ઘરવાપસી
- ખ્રિસ્તી બનનારા 150 હિન્દુઓની ઘરવાપસી થઇ
- આદિવાસી વિસ્તારમાં ધર્મપરિવર્તનની બની હતી ઘટના
- હિન્દુ સંગઠને પાઠશાળા શરૂ કરવા જણાવ્યું
- ધર્માંતરણ પ્રવૃત્તિ પર અંકુશ મેળવવા પ્રયાસ
- અંતરિયાળ વિસ્તારોમાં સક્રિય થતા હિન્દુ સંગઠન
- વિહિપ દ્વારા ઘરવાપસીનો યોજાયો હતો કાર્યક્રમ
Homecoming of Hindus: ગુજરાતના વલસાડ (VALSAD) જિલ્લામાંથી હિન્દુઓની ઘરવાપસીના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વલસાડ જિલ્લાના ધરમપુરના તામછડીમાં 150 હિન્દુઓની ઘરવાપસી થઇ છે. આ ધર્મપરિવર્તનની ઘટના આદિવાસી વિસ્તારમાં બની હતી આ મામલ હિન્દુ સંગઠનો સક્રીય થઇ ગયા છે, અને આદિવાસી જિલ્લમાં પાઠશાળા શરૂ કરવા તજવીજ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ખ્રિસ્તી મશીનરીઓ દેશ સહિત રાજ્યોમાં ધર્માતરણ કરાવવાનું કામ કરી રહી છે જેના લીધે આગાઉ પણ આ મામલે ભારે હોબાળો થઇ ચૂક્યો છે. ધરમપુરના તમાછડીમાં (TAMACHADI) ખ્રિસ્તીની સંસ્થાઓ ધર્માતરણ કરવાની પ્રવૃતિ કરી રહ્યા છે જે અંતર્ગત તેમણે અનેક હિન્દુઓને ધર્મપરિવર્તન કરાવ્યા હતા જેમાંથી 150 હિન્દુઓ ઘરવાપસી કરી છે. આ વિસ્તારમાં હિન્દુઓને ટાર્ગેટ બનાવીને ખ્રિસ્તી બનાવવાનું મિશન ચાલતું હોવાથી હિન્દુ સંગઠન અને વીએચપીએ (VHP) અહિયા ઘરવાપસીનો એક કાર્યક્રમ યોજયો હતો , આ અંતરિયાળ વિસ્તારોમાં ઘરવાપસી માટે હાલ હિન્દુ સંગઠનોએ એક ઝુંબેશ હાથ ધર્યો છે. હિન્દુ ધર્મપરિવર્તન રોકવા માટે હાલ વિહિપ દ્વારા ખુબ સક્રીય ભૂમિકા ભજવવામાં આવી રહી છે.
નોંધનીય છે કે તામાછડી ગામ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠનના અગ્રણીઓ દ્વારા 150 લોકોને ઘર વાપસી સાથે હિન્દુ ધર્મમાં ફરીથી આવકારવામાં આવ્યા હતા. હિન્દુ સંગઠનો દ્વારા ધર્માંતરણ પ્રવૃત્તિ ચાલતી અટકાવવા આવા વિસ્તારોમાં હિન્દુ સંસ્કૃતિની પાઠ શાળાઓ શરૂ કરવા આગેવાનોએ જણાવ્યું હતું. જેથી કરીને મિશનરી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી ધર્માંતરણ પ્રવૃત્તિઓ અંકુશમાં લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
હિન્દુ સંગઠનના અગ્રણીઓને જાણ થતાં હિન્દુમાંથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારા લોકોને મળીને, તેમને સમજાવીને ફરીથી હિન્દુ ધર્મમાં લાવવામાં આવ્યા હતા. જેમાં 150 જેટલા લોકોનો ઘર વાપસી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
