Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ દ્વારા સરકારી લાભ મેળવવા માટે થઈને અને પૈસા મળે તેના માટે આ સારવાર કરી દેવામાં આવી હતી. લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. ગામના સીધા લોકો છે, જેથી તેઓને કહ્યું તમારે આ કરવાનું છે અને તેઓએ સહી કરી દીધી હતી. જે લોકોના મૃત્યુ થયા છે તેમની તો કોઈ સહી જ લેવામાં આવી નથી. જેમના મૃત્યુ થયા છે, તેઓ ગંભીર હતા તેવું કહેવામાં આવ્યું નથી. કોઈને જાણ કરવામાં આવી નથી.
Ahmedabad News/
સરકારી પૈસા માટે ખ્યાતિ હોસ્પિટલે ખોટી સારવાર કરી: બોરીસણા ગામના સરપંચ
બોરીસણા ગામના સરપંચે આક્ષેપ કર્યો હતો કે ગામના ઘણા લોકોને વધુ તપાસ અને મફત સારવાર માટે અમદાવાદ લાવવામાં આવ્યા હતા. પરંતુ, તેમના પરિવારને જાણ કર્યા વિના એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી.
