Kutch/ કચ્છમાં ભગવો લહેરાયો,તમામ તાલુકા પંચાયત ભાજપના હસ્તક,કાર્યકરોમાં ખુશીની લહેર

પ્રમુખ-ઉપપ્રમુખની વરણીમાં ભાજપના સદસ્યોની બહુમતી સાથે વરણી થતા દસે દસ તાલુકા પંચાયતોમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન સ્થાપિત થયું છે.

Top Stories Gujarat
8 11 કચ્છમાં ભગવો લહેરાયો,તમામ તાલુકા પંચાયત ભાજપના હસ્તક,કાર્યકરોમાં ખુશીની લહેર

રાજયમાં હાલ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રથમ ટર્મ બાદ બીજી ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખોની  વરણી ચાલી રહી છે,કચ્છમાં ભાજપનો દબદબો જોવા મળે છે, એવામાં કચ્છમાં બે તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે હતી પરતું હવે બીજી ટર્મમાં ભાજપના હસ્તક થઇ જતા તમામ તાલુકા પંચાયતમાં હવે ભગલો લહેરાયો છે. જેના લીધે કાર્યકરોમાં ભારે ખુશીની લાગણી જોવા મળી રહી છે.

નગરપાલિકામાં ભાજપનું શાસન, અને અગાઉ કચ્છની 10 તાલુકા પંચાયત પૈકી 8 માં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું અને લખપત અને અબડાસા એમ 2 માં કોંગ્રેશનું શાસન હતું પરંતુ આ બંને જગ્યાએ પણ હાલે બીજી ટર્મના હોદેદારોની નિમણુંક વખતે પ્રમુખ-ઉપપ્રમુખની વરણીમાં ભાજપના સદસ્યોની બહુમતી સાથે વરણી થતા દસે દસ તાલુકા પંચાયતોમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન સ્થાપિત થયું છે. આવી રીતે કચ્છમાં સાંસદ, તમામ ધારાસભ્યો અને તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ ભગવો લહેરાયો છે. અને કચ્છ કોંગ્રેસ મુક્ત બનતા કચ્છ કમલમ ખાતે ભાજપના હોદેદારો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.