Not Set/ લોકડાઉન વચ્ચે દિલ્હી સરકારનો મોટો નિર્ણય, કોઇ શાળા મન માની રીતે ફી નહી વધારી શકે

કોરોના વાયરસ સંકટ વચ્ચે દેશ 3 મે સુધી લોકડાઉન હેઠળ છે. આવી સ્થિતિમાં દિલ્હી સરકારે સ્કૂલનાં બાળકોની ફી અંગે મોટી જાહેરાત કરી છે. શુક્રવારે દિલ્હીનાં નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું કે સરકારે આજે નિર્ણય કર્યો છે કે કોઈ પણ ખાનગી શાળા (તે સરકારી જમીન પર હોય કે બિન સરકારી જમીન પર હોય) […]

India

કોરોના વાયરસ સંકટ વચ્ચે દેશ 3 મે સુધી લોકડાઉન હેઠળ છે. આવી સ્થિતિમાં દિલ્હી સરકારે સ્કૂલનાં બાળકોની ફી અંગે મોટી જાહેરાત કરી છે. શુક્રવારે દિલ્હીનાં નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું કે સરકારે આજે નિર્ણય કર્યો છે કે કોઈ પણ ખાનગી શાળા (તે સરકારી જમીન પર હોય કે બિન સરકારી જમીન પર હોય) ફી વધારવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કોઈ પણ શાળા સરકારને પૂછ્યા વિના ફી વધારો કરી શકશે નહી.

તેમણે કહ્યું, કોઈ શાળા 3 મહિનાની ફી માંગશે નહીં, ફક્ત એક મહિનાની જ ટ્યુશન ફી માંગી શકશે. જે ઓનલાઇન શિક્ષણ અપાઈ રહ્યું છે તે તમામ બાળકોને આપવું પડશે, ફી ભરવામાં અસમર્થ એવા માતા-પિતાનાં બાળકોને પણ. કોઈ શાળા પરિવહન ફી અને અન્ય કોઇ ફી લેશે નહીં. સિસોદિયાએ જણાવ્યું હતું કે, તમામ ખાનગી શાળાઓની જવાબદારી રહેશે કે તેઓ તેમના તમામ સ્ટાફ (ટીચિંગ અને નોન-ટીચિંગ) ને સમયસર પગાર આપે. જો તેમની આવકમાં કોઈ ખામી હોય તો, તેઓએ તેમની પેરેંટલ સંસ્થા પાસેથી પૈસા લઇને તેને પૂર્ણ કરવું જોઈએ. જેઓ શાળાનાં આદેશોનું પાલન નહીં કરે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

શિક્ષણમંત્રીએ કહ્યું, “મારા ધ્યાનમાં આવ્યું છે કે ઘણી શાળાઓ મનસ્વી ફી લઈ રહી છે, શાળાઓ બંધ થયા પછી પણ પરિવહન ફી વસૂલ કરે છે.” ખાનગી શાળાઓએ આટલું નીચે ઉતરવાની જરૂર નથી. દિલ્હીમાં બાળકોનાં શિક્ષણ અને માતા-પિતાની સમસ્યાઓ અંગે કેજરીવાલ સરકારનો આ મોટો નિર્ણય છે. શુક્રવારે રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનાં કેસોની વાત કરતા સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને જણાવ્યું છે કે, આજે દિલ્હીમાં કોવિડ-19 નાં 1,640 કેસ છે, જેમાં ગઈકાલે 62 કેસ સામેલ છે. તેમાંથી 38 લોકોનાં મોત નીપજ્યાં છે, 34 આઇસીયુમાં છે અને 6 વેન્ટિલેટર પર છે. 1,640 કેસોમાંથી 885 હોસ્પિટલોમાં દાખલ થયા છે અને બાકીનાં આઈસોલેશન સેન્ટર અને કોવિડ કેર સેન્ટરોમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.