કોંગ્રેસે ગુરુવારે ગંગા જળ પર કથિત રીતે 18 ટકા GST લાદવા બદલ મોદી સરકારની ટીકા કરી, તેને લૂંટ અને પાખંડની પરાકાષ્ઠા ગણાવી હતી.
ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉત્તરાખંડની એક દિવસીય મુલાકાત વચ્ચે કોંગ્રેસે પણ પ્રશ્ન કર્યો કે તેઓ હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત ક્યારે લેશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું કે, મોદીજી મોક્ષ પ્રદાતા મા ગંગાનું મહત્વ એક સામાન્ય ભારતીયો માટે જન્મથી લઈને અંત સુધી છે.હવે તમે આજે ઉત્તરાખંડમાં છો તે સારું છે, પરંતુ તમારી સરકારે પવિત્ર ગંગાના જળ પર જ 18% GST લાદ્યો છે. તેમણે કહ્યું કે, તમે એક વાર પણ વિચાર્યું નથી કે જે લોકો ગંગા જળને ઘરમાં રાખે છે તેમના પર તેની શું અસર થશે. આ તમારી સરકારની લૂંટ અને પાખંડની પરાકાષ્ઠા છે.
કોંગ્રેસ પાર્ટીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર મણિપુરની પરિસ્થિતિ પર એક એનિમેટેડ વીડિયો પણ પોસ્ટ કર્યો હતો, જેમાં હિંસાને કારણે મૃતદેહો પડેલા અને રાજ્ય સળગતા જોવા મળે છે. કોંગ્રેસે કહ્યું કે, દેશ પૂછી રહ્યો છે કે પીએમ મોદી ક્યારે મણિપુર જશે.
મળતી માહિતી અનુસાર, ગંગા જળ પર GST લાદવા અંગે કોઈ સ્પષ્ટ સૂચના નથી. હા, GST ચોક્કસપણે પેકેજ્ડ પાણીની બોટલો પર લાગુ થાય છે. આ વ્યવસ્થા 25 જાન્યુઆરી, 2018થી અમલમાં છે. જો 20 લીટરની બોટલમાં પાણી પેક કરવામાં આવે તો તેના પર 25 ટકા જીએસટી લાગશે. અન્ય પેકેજિંગ જથ્થામાં પેકેજ્ડ વોટર પર 18 ટકાના દરે GST લાગુ થાય છે. બોટલ્ડ નેચરલ હોય કે આર્ટિફિશિયલ મિનરલ વોટર, ગંગા વોટર હોય કે સ્પ્રિંગ વોટર કે હિમાલયન વોટર, દરેક વસ્તુ પર જીએસટીનો દર એક સરખો છે.
આ પણ વાંચો: Virat Record/ વિરાટ કોહલીએ વર્લ્ડ કપમાં ઈતિહાસ રચ્યો, જાણો કોના રેકોર્ડ તોડ્યા
આ પણ વાંચો: Israel Hamas War/ હમાસ વિરુદ્ધ ઈઝરાયલનો નવો પ્લાન! ‘વોર કેબિનેટ’ બનાવવાની જાહેરાત
આ પણ વાંચો: Explainer/ ‘ટ્રેનની ફુલ સ્પીડ, સિગ્નલમાં ભૂલ’… ટ્રેન પાટા પરથી કેમ ઉતરે છે?