Vibrant Surendranagar/ હવે સુરેન્દ્રનગર બનશે પણ વાઇબ્રન્ટઃ હજાર કરોડના રોકાણના એમઓયુ કરાશે!

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આગામી વાઇબ્રન્ટ ગુજરાત માટે દિલ્હીમાં કર્ટેન રેઇઝર અને મુંબઈમાં રોડ શો દરમિયાન ઉદ્યોગપતિઓ સાથે વન-ટુ-વન મુલાકાત કરી છે. આ જ વાઇબ્રન્ટ ગુજરાત હવે ગુજરાતના જુદા-જુદા શહેરોમાં સ્થાનિક ધોરણે યોજાવવાનું છે.

Gujarat Trending
YouTube Thumbnail 39 2 હવે સુરેન્દ્રનગર બનશે પણ વાઇબ્રન્ટઃ હજાર કરોડના રોકાણના એમઓયુ કરાશે!

સુરેન્દ્રનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આગામી વાઇબ્રન્ટ ગુજરાત માટે દિલ્હીમાં કર્ટેન રેઇઝર અને મુંબઈમાં રોડ શો દરમિયાન ઉદ્યોગપતિઓ સાથે વન-ટુ-વન મુલાકાત કરી છે. આ જ વાઇબ્રન્ટ ગુજરાત હવે ગુજરાતના જુદા-જુદા શહેરોમાં સ્થાનિક ધોરણે યોજાવવાનું છે. આ સંદર્ભમાં વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ સુરેન્દ્રનગરનું આયોજન કરવામાં આવનાર છે. તેના હેઠળ લગભગ વીસેક કંપનીઓ સાથે સુરેન્દ્રનગરમાં લગભગ હજાર કરોડના રોકાણના એમઓયુ કરવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગરમાં વ્યાપક પાયા પર રોકાણ થાય અને રોજગારની નવી તકનું સર્જન થાય તે માટે જુદી-જુદી 19 કંપનીઓ સાથે રોકાણના એમઓયુ કરવામાં આવનાર છે. જિલ્લા કલેક્ટર કે સી સંપટે આ અંગે જણાવ્યું હતું કે બે દિવસ માટે જિલ્લામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સુરેન્દ્રનગર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ દ્વારા જિલ્લાના સ્થાનિક ઉદ્યોગો અને ઉત્પાદનોને એક નવું બળ મળશે. જિલ્લાના ઉદ્યોગકારો અને નવા રોકાણકારો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજર રહેનારા છે. વન અને પર્યાવરણ મંત્રી મૂળુ બેરા, કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા સહિતના મહાનુભાવોની હાજરીમાં પ્રદર્શનનું ઓપનિંગ કરવામાં આવશે. આ માટે એક્સ્પોર્ટ, જીઇએમ ક્રેડિટ, આત્મનિર્ભર ગુજરાત યોજના 2022 સહિત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ તથા સેમિનારની જોડે વર્કશોપનું આયોજન કરવામાં
આવ્યું છે.

આ ઉપરાંત બીટુબી, બીટુસી અને બીટુબી મીટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સ્વ સહાય જૂથ, મહિલા ઉદ્યોગકારો, એફપીઓ અને પીએમ વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓને ક્રેડિટ લીકેજ તથા પ્રોત્સાહક યોજનાઓ અંગેનો સેમિનાર અને વર્કશોપ પણ યોજાશે. ફક્ત રોકાણ જ નહી જીટીયુ અને સ્ટાર્ટઅપ નિષ્ણાતો પણ આ બે દિવસના સેમિનારમાં માર્ગદર્શન આપશે. આ ઉપરાંત ઉદ્યોગ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા ઇચ્છુકોને માર્ગદર્શન પણ આપવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 હવે સુરેન્દ્રનગર બનશે પણ વાઇબ્રન્ટઃ હજાર કરોડના રોકાણના એમઓયુ કરાશે!


આ પણ વાંચોઃ OMG!/ આ યુવકે તેની માતાની અસ્થિ ઓનલાઈન વેચી… જાણો કોણે કેટલામાં ખરીદી

આ પણ વાંચોઃ OMG!/ આ મંદિરને માનવામાં આવે છે શ્રાપિત, અહીં ભગવાનના દર્શન કરવાથી મહિલાઓ થઈ જાય છે વિધવા

આ પણ વાંચોઃ Kerala/ લક્ઝરી કાર લઈને આ ખેડૂત શાકભાજી વેચવા પહોંચ્યો, જુઓ Video