મુંબઇ
રાઈટર અપૂર્વ અસરનીએ હોમોસેકસ્યુઅલીટી પર સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયના થોડા દિવસ પછી સોશિયલ મીડિયા પર તેમના બોયફ્રેન્ડના ફોટો શેર કર્યો છે. SCના સમલૈંગિક સંબંધોને માન્ય કરાર આપ્યા પછી હવે સજાતીય સંબંધો ધરાવતા લોકો ખુલીને સામે આવી રહ્યાં છે અને હવે હવે કોઈ પણ જાતના ડર વગર તેમના પાર્ટનરનો ખુલાસો કરી રહ્યા છે. બોલિવૂડ બ્રિગેડમાં આવું કરનાર પહેલા સેલેબ્રીટી છે અપૂર્વ અસરાની.
અપૂર્વ અસરાનીએ ફેસબુક પર તેમના પાર્ટનરના સાથે એક ફોટો શેર કર્યો છે જેમાં બંને પેરિસના એફિલ ટાવરની આગળ ઉભા રહીને પોઝ આપી રહ્યા છે. આ પોસ્ટ શેર કરતા લખ્યું કે- “11 વર્ષથી અમે સાથે છીએ. જયારે કાનુને અમને રોકવાની કોશિશ કરી ત્યારે પણ અમે ખુલ્લેઆમ પ્યાર કર્યો. હવે અમે અમારા પ્યારને દુનિયાની સામે બતાવી શકીએ છીએ.
આપને જણાવી દઈએ કે અપૂર્વના પાર્ટનરનું નામ સિદ્ધાંત પિલ્લઈ છે. તે બંને મુંબઈમાં સાથે રહે છે. એક ઈન્ટરવ્યુમાં અપૂર્વએ જણાવ્યું હતું કે અમને અમારા પેરેન્ટ્સે સપોર્ટ કર્યો છે. તેઓ બસ એટલું જોવા માંગતા હતા કે શું અમે એકબીજા માટે સારા પાર્ટનર છીએ. અમારી ખુશીઓ તેમના માટે વધુ મહત્વ રાખે છે.
અપૂર્વ અલીગઢ અને શાહિદ જેવી ફિલ્મોને લખી ચુક્યા છે. અલીગઢની સ્ટોરી એક ગે પ્રોફેસર પર હતી. આ સિવાય તેઓ કંગના રનૌત સાથેના વિવાદના કારણે ચર્ચામાં આવ્યા હતા. ફિલ્મ ‘સિમરન’ની સ્ટોરીના ક્રેડિટને લઈને બંનેના વચ્ચે મનદુખ થયું હતું.
સમલૈંગિકતા પર શું કહ્યું હતું સુપ્રીમ કોર્ટે?
કલમ 377 પર સુપ્રીમ કોર્ટના નિર્ણય સંભળાવતા કહ્યું હતું કે વયસ્કોંના વચ્ચે સમલૈંગિક સંબંધ ગુનો નહીં કહેવાય. SCની કલમ 377ને મનસ્વી જાહેર કરતા વ્યક્તિગત સંબંધોને સમ્માન આપવાની વાત કરી હતી. આ નિર્ણયથી વધારે LGBT કમ્યુનીટીમાં ઉજવણી કરવામાં આવી હતી. કટ્ટરપંથી હિંદુ અને મુસ્લિમ આ નિર્ણયનો હંમેશાથી વિરોધ કરતા આવ્યા છે. તેઓ સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરૂધ્ધ નારાજગી વ્યક્ત કરી છે.