kerala/ લક્ઝરી કાર લઈને આ ખેડૂત શાકભાજી વેચવા પહોંચ્યો, જુઓ Video

આ વીડિયોમાં ખેડૂત લક્ઝરી કારમાંથી ઉતરીને રસ્તા પર શાકભાજી વેચતો જોવા મળે છે.

Ajab Gajab News Trending Videos
Mantavyanews 2023 10 01T190421.663 લક્ઝરી કાર લઈને આ ખેડૂત શાકભાજી વેચવા પહોંચ્યો, જુઓ Video

કેરળના એક ખેડૂતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ખેડૂત લક્ઝરી કારમાંથી ઉતરીને રસ્તા પર શાકભાજી વેચતો જોવા મળે છે. ખેડૂત જે લક્ઝરી કારમાં શાકભાજી વેચવા આવે છે તે Audi A4 છે, જેની કિંમત 44 લાખ રૂપિયાથી વધુ છે.

લક્ઝરી કારવાળા ખેડૂતનું નામ સુજીત છે. તેમણે ‘વેરાયટી ફાર્મર’ નામનું પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું છે, જેમાં તે પોતાના ખેતરો અને પાકની તસવીરો અને વીડિયો શેર કરે છે. તાજેતરમાં સુજીતે એક વીડિયો શેર કર્યો જેમાં તે ખેતરમાં લણણી કર્યા બાદ રીક્ષામાં લાલ પાલક લાદે છે. ત્યાર બાદ સુજિત તેની ઓડી A4માં બજારમાં આવે છે અને જમીન પર પ્લાસ્ટિકની ચાદર પાથરીને ગ્રાહકોને લાલ પાલક વેચે છે.

https://www.instagram.com/reel/CxngCBxBumk/?utm_source=ig_embed&ig_rid=7d7a24a4-727b-4be2-bd20-3f696257c9de

વીડિયોમાં આગળ બતાવવામાં આવ્યું હતું કે તે પાલક વેચ્યા બાદ બધું પાછું ભેગું કરીને રિક્ષામાં મૂકે છે. આ પછી તે તેની લુંગી ગેટઅપમાં પાછો આવે છે અને તેની લક્ઝરી કારમાં પાછો જાય છે.

સુજીત પોતાના વિસ્તારમાં ખૂબ જ પ્રખ્યાત છે અને હવે તેની લોકપ્રિયતા ધીરે ધીરે વધી રહી છે. પહેલા તે કેબ ડ્રાઈવર હતો, પરંતુ બાદમાં તેણે ખેતી કરવાનું શરૂ કર્યું હતું. તેમણે ટૂંક સમયમાં જ ખેતીની તકનીકો શીખી લીધી અને ખેતી માટે આધુનિક અને તકનીકી પદ્ધતિઓ અપનાવીને તેઓ આજે જ્યાં છે ત્યાં પહોંચી ગયા છે. જ્યારે તે પોતાની લક્ઝરી કારમાં શાકભાજી વેચવા આવે છે ત્યારે લોકો તેને જોઈને દંગ રહી જાય છે.


આ પણ વાંચો: Spain/ સ્પેનના નાઈટક્લબમાં ભીષણ આગ લાગી; 7 લોકોના મોત

આ પણ વાંચો: તેલંગાણા/ 2014થી અત્યાર સુધીમાં LPG કનેક્શનની સંખ્યા 14 કરોડથી વધીને 32 કરોડ થઈ છેઃ પીએમ મોદી

આ પણ વાંચો: Lok Sabha Election/ NDA કે INDIA, ‘BSP’ કોની સાથે ગઠબંધન કરશે?