નવી દિલ્હી,
રાજધાની દિલ્હી – NCR સહિતના ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યોમાં રવિવારે આવેલા અચાનક આવેલા તુફાને વધુ એકવાર તરખાટ મચાવ્યો છે. અચાનક આવેલા તોફાનના કારણે ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને દિલ્લીમાં આંધી ભર્યા વાવાઝોડા અને વરસાદના કારણે કહેર મચાવ્યો હતો. બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા આગામી ૨-૩ દિવસમાં પણ તુફાનને લઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ આંધી ભર્યા તોફાનના કારણે અત્યારસુધીમાં ૬૦ લોકોના મોત નિપજ્યા છે જયારે ૬૫થી વધુ ઘાયલ થયા છે. જયારે આ આંકડો હજી પણ આગળ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
આંધી ભર્યા તોફાનના કારણે યુપીમાં થયું મોટું નુકશાન
39 people died & 53 have been injured due to the storm. We have been ordered to give compensation in next 24 hours to all of them: Sanjay Kumar, Relief Commissioner on 39 deaths due to the storm. pic.twitter.com/9gsAOLb1Kg
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 14, 2018
રવિવારે અચાનક આવેલા તોફાનના કારણે ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ નુકશાન થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે. માત્ર યુપીમાં જ મોતનો આંકડો ૩૯ સુધી પહોચી ગયો છે તેમજ ૫૩ લોકો ઘાયલ થયા છે.
#WATCH Rainfall and hailstorm hit #UttarPradesh's Firozabad yesterday pic.twitter.com/6j4GbYc7qZ
— ANI (@ANI) May 13, 2018
ઉત્તરપ્રદેશના સંભલના રાજપુરમાં વીજળી પડવાના કારણે લાગેલી આગમાં આસપાસના ઘરોને પોતાની ઝપેટમાં લીધા હતા અને ટુંક જ સમયમાં ૧૦૦ ઘરો બળીને ખાખ થઇ ગયા હતા.
Around 100 houses gutted into fire which broke out due to lightning in Sambhal's Rajpura. Three fire tenders and police officials present at the spot pic.twitter.com/sBq1pKT3Yn
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 13, 2018
CM યોગીએ જિલ્લા અધિકારીઓને રાહત કામગીરી ઝડપી બનાવવા આપ્યા આદેશ
ઉત્તરપ્રદેશમાં આવેલા તોફાનના કારણે થયેલા નુકશાન બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જિલ્લાના તમામ અધિકારીઓને પોતાના ક્ષેત્રમાં રહેવા માટે આદેશ આપવામાં આવ્યો છે તેમજ રાહત અને બચાવ કામગીરીમાં ઝડપી બનાવવા માટે કહેવામાં આવ્યું છે.
આ ઉપરાંત ખરાબ હવામાનના કારણે અલીગઢમાં ધોરણ ૧૨ સુધીના તમામ સ્કૂલોને સોમવાર સુધી બંધ રાખવા માટે આદેશ આપ્યો છે.
અચાનક આવેલા તોફાનમાં દિલ્હીથી લઇ ઉત્તર ભારતના રાજ્યોમાં કેટલીક જગ્યાઓમાં રસ્તાઓ પર ઝાડ પડી ગયા હતા જેના કારણે સડક માર્ગ, રેલ સેવાઓ પ્રભાવિત થઇ હતી.
Several vehicles turned turtle and fell on each other on Delhi-Kanpur Highway, following heavy rainfall and dust storm in #Bulandshahr, yesterday pic.twitter.com/IU6eL8kzEG
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 14, 2018
હેમા માલિનીનો થયો બચાવ
A tree fell in front of BJP MLA Hema Malini's convoy in #Mathura, following heavy rain and dust storm in the district yesterday pic.twitter.com/OGJC3hCe7r
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 14, 2018
આ તોફાનમાં મથુરામાં ભાજપના સાંસદ અને બોલીવુડ અભિનેત્રી હેમા માલિનીના કાફલા આગળ ઝાડ પડ્યું હતું ને ત્યારબાદ તેઓના ડ્રાઈવરે ગાડીને કંટ્રોલ કરતા તેઓ સદનસીબે બચી ગયા હતા.
આંધ્રપ્રદેશમાં પણ આંધી ભર્યા તોફાનના કારણે નોધપાત્ર નુકશાન થયું છે. વરસાદ અને તોફાનના કારણે ૧૨ લોકોના મોત થયા છે.
હવામાન વિભાગે વરસાદ અને તોફાન આવવાની વ્યક્ત કરી સંભાવના
બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસોમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઓડિશામાં તેજ વરસાદ અને તોફાન આવવાની સંભાવના વ્યક્ત કરી છે.
આ ઉપરાંત ઉત્તરપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, મેઘાલય, નાગાલેંડ, મણિપુર તેમજ તેલંગાણામાં ધૂળભરી આંધી આવવાની શક્યતા વ્યક્ત કરી છે.
તેલંગાણામાં વરસાદ-તોફાનના કારણે પાંચ લોકોના મોત નીપજ્યા છે.
દિલ્લી-NCRમાં રવિવારે સાંજે ૪ વાગ્યે અચાનક જ હવામાને પલટો લીધો હતો અને ધૂળ ભરી આંધી સાથે તેજ ગતિથી હવા શરુ થઇ ગઈ હતી. આ તોફાનના કારણે દિલ્હી, ફરીદાબાદ, ગુરુગ્રામ અને નોઈડામાં વીજળી ગુલ થયા હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા હતા.
Number of flight diversions at Delhi's Indira Gandhi International Airport due to bad weather conditions goes up to 70. pic.twitter.com/tdETtZNMRb
— ANI (@ANI) May 13, 2018
આ ઉપરાંત ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGI) પર આંધી ભર્યા તુફાન બાદ ૭૦ વિમાનોના રૂટ પણ બદલવામાં આવ્યા છે.
Trees in #Delhi's Dhaula Kuan area have fallen down after heavy rainfall & thunderstorm struck the region. pic.twitter.com/7BlrRE7KC0
— ANI (@ANI) May 13, 2018
આંધી ભર્યા તોફાન બાદ દિલ્હીમાં તેજ વરસાદ શરુ થઇ ગયો હતો અને રસ્તાઓ પર ઝાડ પણ પડી ગયા હતા.
આ પહેલા પણ કહેર મચાવી ચુક્યું છે તૂફાન
મહત્વનું છે કે, મે મહિનાના પ્રથમ સપ્તાહમાં આવેલા વાવાઝોડા, વરસાદ અને આંધીના તૂફાનના કારણે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ૧૫૦થી વધુ લોકોનું મૃત્યુ થયા હતા અને ભારે નુકશાન થયું હતું.
આ તૂફાનમાં ખાસ કરીને યુપી અને રાજસ્થાનમાં સૌથી વધુ નુકશાન થયું હતું. ઉત્તરપ્રદેશના નવ જિલ્લાઓમાં આ તુફાનના કારણે ૧૬ લોકોના મોત નિપજ્યા હતા જયારે ૨ મેના રોજ આવેલા ભયંકર તૂફાનમાં ૭૩ લોકોના મોત થયા હતા. આ ઉપરાંત ૧૫૦થી વધુ પશુઓ પણ માર્યા ગયા હતા.

