Gujarat News: ઉર્જા મંત્રી કનુ દેસાઈ એ જણાવ્યું છે કે, કિસાનોના હિતને વરૈલી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ વાળી રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને કચ્છ જીલ્લામાં ખેડૂતોના મગફળી તેમજ અન્ય ઉભા પાકોને બચાવવા ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને 10 કલાક વીજળી આપવાનો ખેડૂત હિત લક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે. ઉર્જા મંત્રી એ ઉમેર્યું કે,સામાન્ય રીતે રાજયમાં ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને એક અઠવાડિયે દિવસે અને બીજા અઠવાડિયે રાત્રેની રોટે શન પદ્ધતિથી દરરોજ નિયમિત સમયસર 8 કલાક વીજળી આપવાનો કાર્યક્રમ અમલમાં છે, અને તે રીતે નિર્ધારીત નીતિ મુજબ ખેડૂતોને કૃષિ વિષયક વીજળી માટે સામાન્ય પરિસ્થિતીમાં પ્રતિ દિન સરેરાશ 8 કલાક વીજળી રોટેશનથી આપવામાં આવતી હોય છે.
જોકે સૌર ઉત્પાદનને અનુલક્ષીને હાલમાં ખેતીવાડી ક્ષેત્રે લગભગ 75% થી વધુ સપ્લાય દિવસ દરમ્યાન આપવામાં આવે છે. રાજ્યના આશરે 20.10 લાખ ખેતીવાડી ગ્રાહકો પૈકી આશરે 16.01 લાખ ગ્રાહકો ને દિવસ દરમ્યાન (એટલે કે સવારે 5 કલાકે થી રાત્રે 9 કલાકમાં) ખેતી વિષયક વીજળી પૂરી પાડવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે, વરસાદ ખેંચાતો હોય અથવા ઉભા પાકને બચાવવું જરૂરી જણાય તેવા વિવિધ સંજોગોમાં તેમજ ઋતુ પ્રમાણે ના ડાંગર, જીરું જેવા પાક ને બચાવવા માટે જરૂરિયાત પ્રમાણે કૃષિ વીજગ્રાહકોને પ્રતિ દિન સરેરાશ 8 કલાક ઉપરાંત વધારાના કલાકો માટે વીજપુરવઠો પુરો પાડવામાં આવે છે.
હાલમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના પીજીવીસીએલના વિજ વિતરણ ક્ષેત્ર હેઠળ આવતા જામ જોધપુર, લાલપુર, માણાવદર, વંથલી, મેંદરડા, કેશોદ, માંગરોલ, માળીયા હટીના તાલુકામાં તેમજ કચ્છ જીલ્લામાં મગફળી તેમજ અન્ય પાકોને બચાવવાના હેતુથી ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને 10 કલાક વીજળી આપવા અમલવારી કરવાની સુચના ડિસ્કોમને આપી દેવામાં આવી છે જેનાથી ખેડૂતોના મહામૂલા ઉભા પાકને જીવતદાન મળ્યું છે. મંત્રી દેસાઈ એ ઉમેર્યું કે, તા.27.08. 2024ના રોજ પીજીવી સીએલની મહત્તમ વીજમાંગ 3147 મેગાવોટ અને વીજ વપરાશ ૫૫ મીલીયન યુનીટસ હતો, જે હાલમાં તા. 23.09.2024 ના રોજ વધીને અનુક્રમે 9035 મેગાવોટ અને 154 મીલીયન યુનીટસ નોંધાયેલ છે. જે દર્શાવે છે કે પીજીવીસીએલની વીજમાંગમાં ઘણો વધારો થયેલ છે.
એજ રીતે પીજીવીસીએલની ખેતીવાડી ક્ષેત્રની મહત્તમ વીજમાંગ 187 મેગાવોટ અને વીજ વપરાશ 03 મીલીયન યુનીટસ હતો,જે હાલમાં તા.23.09. 2024 ના રોજ વધીને અનુક્રમે 5820 મેગાવોટ અને ૫૫ મીલીયન યુનીટસ નોંધાયેલ છે. જે પીજીવીસીએલની ખેતીવાડી ક્ષેત્રની વીજમાંગમાં થયેલ વધારો દર્શાવે છે. તા.27.08.2024 ના રોજ રાજ્યની મહત્તમ વીજમાંગ 12157 મેગાવોટ અને વીજ વપરાશ 269 મીલીયન યુનીટસ હતો, જે હાલમાં તા. 23.09.2024 ના રોજ વધીને અનુક્રમે 24205 મેગાવોટ અને 493 મીલીયન યુનીટસ નોંધાયેલ છે. જે રાજ્યની વીજમાંગમાં થયેલ નોંધપાત્ર વધારો દર્શાવે છે. ઉભા પાક્ને બચાવવા જરૂરી જણાય ત્યારે મોંઘા ભાવના ગેસ એક્મો માંથી, કેન્દ્રીય ક્ષેત્રના જનરેટીંગ સ્ટેશન, એક્સચેન્જ અને રીઅલ ટાઇમ માર્કેટમાંથી મોંઘા ભાવે વીજળીની ખરીદી કરીને પણ ખેતીવાડી ક્ષેત્રે 10 કલાક વીજળી પૂરી પાડવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યુ છે.
આ પણ વાંચો:વિવાદિત ટીપ્પણી બાદ કનુ દેસાઈએ માફી માંગી!
આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીના આંબરડી સફારી પાર્કની મુલાકાતે
આ પણ વાંચો:ઉમિયાધામ ઊંઝા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધજા મહોત્સવનો કરાવ્યો શુભારંભ
