Mehsana/ ઉમિયાધામ ઊંઝા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધજા મહોત્સવનો કરાવ્યો શુભારંભ

મહેસાણાના ઉમિયાધામ ઊંઝા ખાતે ધજા મહોત્સવની ઉજવણી થશે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ધજા મહોત્સવનો શુભારંભ કરાવવામા આવ્યો.

Top Stories Gujarat Others Breaking News

Mehsana News:મહેસાણા (Mehasana)ના ઉમિયાધામ (Umiyadham) ઊંઝા (Unzha) ખાતે ધજા મહોત્સવની ઉજવણી થશે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સવારે ધજા મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો. મુખ્યમંત્રીના હસ્તે ધજા મહોત્સવને ખુલ્લો મુકાયો. ઉમિયાધામમાં ધજા મહોત્સવની ઉજવણી સાત દિવસ દરમિયાન ઉજવાશે.

ધજા મહોત્સવ દરમ્યાન 11000 ધર્મ ધજા ચઢાવવામાં આવશે. આ ઉજવણીમાં 1868 ઉમા પ્રાગટ્ય ધજા ચઢાવવામાં આવશે. ઊંઝા ખાતે ઉમિયાધામમાં ધજા મહોત્સવ 12 થી 18 સપ્ટેમ્બર સુધી ઉજવાશે.

Events & Festivals in India | A Ministry of Tourism Initiative

ઊંઝા ખાતે આવેલ ઉમિયાધામ કડવા પાટીદાર સમાજના લોકોના કુળદેવી મા ઉમિયા માતાજીનું મંદિર છે. આ વર્ષે ઉમિયાધામમાં સપ્ટેમ્બર મહિનામાં ધજા મહોત્સવની ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે ધજા મહોત્સવની ઉજવણી પ્રસંગે મંદિર પરિસરમાં મહેંદી ઉત્સવનું પણ આયોજન કરાયું છે. મહિલાઓને મહેંદીની વધુ શોખીન હોય છે. માતાજીના આ ઉત્સવમાં બહેનો પણ વધુ ઉત્સાહથી ભાગ લઈ રહી છે. આથી મહેંદી ઉત્સવનું ખાસ કરીને બહેનો માટે જ આયોજન કરવામાં આવ્યું છે. ધજા ઉત્સવની ઉજવણીમાં ઉત્સાહ અને ઉમંગથી ભાગ લેનાર બહેનો પોતાના હાથમાં ‘મા ઉમિયા ધજા મહોત્સવ’ અથવા ‘શ્રદ્ધાના શિખર પર મારી એક ધજા’ એવી મહેંદી મૂકાવશે.

mehsana-news-dhaja-mahotsav-held-at-umiya-mata-temple-unjha-393659

ઉમિયાધામમાં 12 સપ્ટેમ્બરથી ધજા મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોવાથી 7 દિવસ સુધી માતાજીના મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. દર્શન કરવા આવનાર ભક્તોએ આ બાબતની ખાસ નોંધ લેવી. ઉમિયાધામ ખાતે 7 દિવસ ચાલનારા આ ધજા મહોત્સવ દરમ્યાન સવારે છ વાગે (06:00AM) શણગાર આરતી થશે. જ્યારે સાંજે સાડા સાત (07:30 PM)કલાકે સંધ્યા આરતી અને રાતે પોણા દસ વાગ્યે (09:45 PM)શયન આરતી કરવામાં આવશે.

નોંધનીય છે કે ગુજરાતમાં રાજકારણ પર પાટીદારોનું પ્રભુત્વ છે. જો કે પાટીદારો બે મુખ્ય પેટા-જ્ઞાતિ જૂથોમાં વહેંચાયેલા છે – કડવા પટેલો, જેમની વસ્તી મોટાભાગે ઉત્તર ગુજરાતમાં કેન્દ્રિત છે, અને લેઉવા પટેલો જેઓ મોટાભાગે સૌરાષ્ટ્ર પ્રદેશમાં કેન્દ્રિત છે. દેવી ઉમિયા કડવા પટેલોના આશ્રયદાતા દેવતા છે જ્યારે ખોડિયાર દેવી લેવા પટેલોના આશ્રયદાતા દેવતા છે. ઊંઝા ખાતે આવેલ ઉમિયાધામ પાટીદાર એવા કડવા પટેલના કુળદેવીનું મંદિર છે. આજે આ ઉમિયાધામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધજા મહોત્સવનો શુભારંભ કરાવશે.