સુરક્ષા/ 15 મી ઓગસ્ટને ધ્યાનમાં લઇને લાલ કિલ્લા પર હશે આવી સુરક્ષા વ્યવસ્થા

લાલ કિલ્લાની ચારે બાજુ 9 ડ્રોન રાડાર તૈયાર કરવામાં આવી છે ફેસ રિકોગ્નિશનવાલે 300 સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે

Top Stories

ભારતની આઝાદીના પર્વને હવે થોડા કલાક જ બાકી છે ત્યારબાદ દેશ 75માં  સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે ,દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવશે, રાજધાની હાઇ એલર્ટ પર છે અહીંયા કડક સુરક્ષા કરી દેવામાં આવી છે. લાલ કિલ્લાની ચારે બાજુ 9 ડ્રોન રાડાર તૈયાર કરવામાં આવી છે ફેસ રિકોગ્નિશનવાલે 300 સીસીટીવી કોમરે લગાડવામાં આવ્યા છે. લાલ કિલ્લાના મુખ્ય દ્વાર બહાર મોટા-મોટા કન્ટનેર લગાડવામાં આવ્યા છે.  સવારે 15 થી 20 કન્ટેનરનો ઉપયોગ કરવામાં આવશે. સંપૂર્ણ દિલ્હીમાં 40 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત છે.  દિ તમામ સીમાઓ  બંધ કરી દેવામાં આવી છે અને સુરક્ષા  કડી કરી દેવામાં આવી  છે.તમામ વાહન પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

દિલ્હીમાં સુરક્ષામાં કોઇ કમી ના રહે તે માટે એનએસજી કંમાન્ડો અને એસપીજીના કંમાન્ડરો તૈનાત કરવામાં આવ્યા છે. 15 અગત્યની સુરક્ષા સુરક્ષા એજન્સીઓ દ્વારા પહેલા જ એલર્ટ આપ્યું  છે. કિસાનનો આંદોલન અને ખાલિસ્તાની આતંકવાદીઓને ધ્યાનમાં રાખીને  દિલ્હી પોલીસ દ્વારા પગલા ઉઠાવવામાં આવ્યા છે. આ કૃષિ કાયદાની વિરુદ્ધ બોર્ડર પર બેઠા કિસાન પોલીસ માટે મોટો પડકાર છે. સૌથી પહેલા 26 જાન્યુઆરીએ કિસાન આંદોલન દરમિયાન  હિંસા ફેલાઇ હતી જેના લીધે હાઇએલર્ટ આપવામાં આવ્યું છે.