Gujarat Police News : રાજ્યમાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ભરતી માટે જાન્યુઆરીના બીજા સપ્તાહમાં યોજાશે શારીરિક કસોટી. બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને લોકરક્ષકની યોજાશે કસોટી. બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરીક કસોટી જાન્યુઆરીના બીજા સપ્તાહમાં યોજવામાં આવશે. ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં છે. ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ પર જણાવવામાં આવ્યું છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1ની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (PSI) અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરિક કસોટી સંભવિત જાન્યુઆરી-2025ના બીજા સપ્તાહમાં યોજવામાં આવશે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ મુજબ, એપ્રિલ મહિનામાં લોકરક્ષક અને PSI ભરતી માટે અરજીઓ મંગાવાઈ હતી. ત્યારે તે વખતે એ ઉમેદવારો તરફથી એવી રજૂઆત હતી કે એ વખતે કોલેજ અને શાળાની પરીક્ષાના પરિણામ આવ્યા હતા, અને આપણે ઉનાળા અને ચોમાસાના કારણે તરત જ શારીરિક કસોટી લેવાના ન હતા, એટલે એવા ઉમેદવારો કે જેઓએ એપ્રિલમાં પરીક્ષા આપી હતી, એવા ઉમેદવારોને પણ તક મળે એટલા માટે આપણે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરી અરજી મંગાવી હતી. ઉમેદવારોની અરજીના કારણે બીજા તબક્કામાં અરજી કરવાની તક અપાઈ હતી.
અરજીની વિગતો આપતા હસમુખ પટેલે કહ્યું કે એપ્રિલમાં PSI માટે 4.47 લાખ અરજીઓ, લોકરક્ષક માટે 9.70 લાખ અરજી આવી હતી. ત્યારપછી બીજા તબક્કામાં PSI માટે 51,800 અરજીઓ અને લોકરક્ષક માટે 1.35 લાખ અરજી આવી છે. તો બંને તબક્કા મળીને અત્યાર સુધીમાં PSI માટે 4.99 લાખ જેટલી અરજી અને લોકરક્ષક માટે 11.05 લાખ અરજીઓ મળી છે.
આ પણ વાંચો: ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે આઈપીએસ નીરજા ગોટરૂની નિમણૂંક
આ પણ વાંચો: સરકાર દ્વારા પોલીસ ભરતીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો, જાણો ક્યારે લેવાશે પરીક્ષા
આ પણ વાંચો: પોલીસ ભરતી અંગે મોટા અપડેટ, શારીરિક કસોટી ક્યારે થશે તેની હસમુખ પટેલે આપી માહિતી
