Gujarat News : પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા આ શારિરિક પરીક્ષા 25 નવેમ્બરના રોજ યોજાવાની હતી પરંતુ ત્યારે હવે ડિસેમ્બર માસમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. હસમુખ પટેલે ચેરમેન પદેથી રાજીનામું આપતા ભરતી પ્રક્રિયાને અસર થઇ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા ડિસેમ્બરમાં લેવામાં આવતા ઉમેદવારને વધારાનો સમય વધારો મળ્યો હતો.
હાલ આ પરિક્ષાને લઇ ઉમેદવારો છેલ્લા 6-4 મહિનાથી પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે શારિરીક પરીક્ષામાં વાપરવામાં આવતી ચિપ પણ હજુ આવી ન હોવાથી પરીક્ષાનો સમય લંબાયો છે.જેમાં સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લગભગ 10-15 ડિસેમ્બરની વચ્ચે કોન્સ્ટેબલ, PSI અને PIની પરીક્ષા લેવાય તેવી શક્યતાઓ દેખાઇ રહી છે. ત્યારે પરિક્ષા પાછળ જતા ઉમેદવારોને વધારે સમય મળતા તેઓમાં ખુશી જોવા મળી છે.
આ પણ વાંચો: ખાનગી શાળાઓ સામે ડીઇઓની લાલ આંખ, FRCનો ચાર્ટ બોર્ડ પર મૂકે
આ પણ વાંચો: બીફ ખાવા અંગે ગુજરાતમાં સ્કૂલોમાં ભણાવ્યું , પછી થયેલા હંગામા બાદ સ્કૂલ દ્વારા અપાયો…