Rajkot News/ સોલાર પેનલ નાખ્યા બાદ વીજ બિલ 5 ગણું વધી જતાં પરિવાર આશ્ચર્યમાં, બે મહિનાનું બિલ 3000થી વધી સીધુ 16000 આવતા PGVCLમાં ફરિયાદ

PGVCLની બેદરકારી હોઈ શકે અથવા તો મીટરમાં ટેક્નીકલ ખામી હોઈ શકે

Gujarat Top Stories Rajkot Breaking News

Rajkot News : રાજકોટમાં એક પરિવારે સોલાર પેનલ નંખાવ્યા બાદ બિલ ઘટવાને બદલે વધી ગયું હતું. જેને પગલે પરિવાર આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો. આ બનાવની વિગત મુજબ રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં આવેલા શિવમ પાર્ક શિવમ પાર્ક શેરી નંબર 3માં 25 વારીયા ક્વાટરમાં રહેતા સામાન્ય પરિવારના મહીલા નિર્મલાબેન રામાવતને 2 મહિનાનું રૂ.16,232 વીજ બીલ આવ્યું હોવાનું સામે આવ્યું છે. દર 2 મહિને સામાન્ય સિઝનમાં રૂ.1500થી 2000 અને ઉનાળામાં રૂ. 3500 જેટલુ બિલ આવતું હતું. સોલાર પેનલ નાખ્યા બાદ વીજ બિલ 5 ગણું વધી જતાં પરિવાર આશ્ચર્યમાં મુકાઈ ગયો છે.

મકાન માલિક નિર્મલાબેન રામાવતના પુત્ર ભાવેશભાઈએ જણાવ્યું હતું કે, હું ભગવતીપરામાં 25 વારીયા ક્વટરમાં રહું છું અને 2 માળનું મકાન છે. મારા ઘરે સોલાર નાખ્યા બાદ રૂ.16000નું બિલ આવ્યું છે. પહેલા બે મહિને રૂ. 1500થી 2000 અને ઉનાળામાં રૂ.3000નું બીલ આવ્યું છે અને હવે સીધુ 5 ગણું વધારે આવ્યું. જેમાં PGVCLની બેદરકારી હોઈ શકે અથવા તો મીટરમાં ટેક્નીકલ ખામી હોઈ શકે. જેથી અમારી એક જ માગ છે કે આ બિલ માફ કરવામાં આવે અને સોલાર પેનલમાં જમા થયેલા રીડિંગના પૈસા આપવામાં આવે.

કારણકે અમે બચાવેલા વિજ યુનિટના નાણાં PGVCL પાસેથી લેવાના નીકળે છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું ઈલેક્ટ્રીક વસ્તુઓનું હોલસેલ વેચાણ કરું છું અને મારા માતા પણ ઘરકામ કરે છે. માતા-પિતા અને ભાઈ સહિત 4 વ્યક્તિઓનો પરિવાર છે. અમારું દર મહિનાનું બિલ એવરેજ રૂ. 1500થી 2000 આવે છે. જેમાં પણ અમુક વખત તો રૂ. 950 જેટલું બિલ આવેલું છે. જ્યારે ઉનાળામાં રૂ.3000 જેટલું બિલ આવે છે.

રાજકોટ PGVCLના સીટી સર્કલ કચેરીના કાર્યપાલક ઇજનેર એમ. એમ. ગોહેલે  જણાવ્યું હતું કે, ભગવતીપરા વિસ્તારમાં 25 વારીયા ક્વાટરમાં અચાનક વધુ વીજ બીલ આવ્યું હોવાની ગ્રાહકની ફરિયાદ મળી છે. જે બાદ અમારા ડેપ્યુટી ઇજનેર ડી. એમ. પટેલ ત્યાં પહોંચ્યા હતા અને જૂનું મીટર બદલી નવું મીટર ફીટ કરવામાં આવેલું છે. હવે જૂના મીટરનો લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવશે જેના માટે ગ્રાહકને આજે PGVCLની કચેરીએ બોલાવવામાં આવ્યા છે. જે બાદ ખ્યાલ આવશે કે ખરેખર વીજ મીટરમાં ખામી હતી કે શું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં આપના કાર્યકરો દ્વારા BJPના ભ્રષ્ટાચારની અંતિમ યાત્રા કાઢવામાં આવી, ટ્રસ્ટ મફત સેવા આપે છે તો કોન્ટ્રાક્ટર સિસ્ટમ કેમ?’

આ પણ વાંચો:વડોદરા શહેરમાં સ્કૂલોને બોમ્બ ધમકીનો સિલસિલો યથાવત,અમીન સ્કૂલને RDXથી ઉડાવવાની ધમકી, પોલીસ તપાસમાં

આ પણ વાંચો:વડોદરામાં 12 દિવસમાં ત્રીજી સ્કૂલ નિશાના પર,સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી