Gandhidham News/ બીફ ખાવા અંગે ગુજરાતમાં સ્કૂલોમાં ભણાવ્યું , પછી થયેલા હંગામા બાદ સ્કૂલ દ્વારા અપાયો…

ગાંધીધામની ખાનગી શાળામાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. વાલીઓએ આરોપ લગાવ્યો છે કે બાળકોને શાળામાં શીખવવામાં આવતું હતું કે તેઓ બીફ ખાઈ શકે છે.

Gujarat Top Stories Others
YouTube Thumbnail 2024 03 20T114226.975 બીફ ખાવા અંગે ગુજરાતમાં સ્કૂલોમાં ભણાવ્યું , પછી થયેલા હંગામા બાદ સ્કૂલ દ્વારા અપાયો...

Gandhidham News: ગુજરાતના ગાંધીધામ (Gandhidham)સ્થિત એક શાળામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક ખાનગી શાળામાં નાના બાળકોને ગાયનું માંસ (બીફ) ખાઈ શકાય તેવું શીખવવામાં આવતું હતું. મામલો સામે આવ્યા બાદ બાળકોના વાલીઓ અને હિંદુ સંગઠનોએ વિરોધ કર્યો હતો અને શાળા સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. તેમજ મામલો વણસતો જોઈને શાળાએ માફી માગી છે.

ગાંધીધામની ખાનગી શાળામાં બાળકોને પાઠ ભણાવવામાં આવતા માસુમ વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષ ફેલાયો છે. વાલીઓએ આરોપ લગાવ્યો છે કે શાળામાં બાળકોને અંગ્રેજીનો પાઠ ભણાવવામાં આવી રહ્યો હતો, જેમાં લખ્યું છે કે ‘ગાય કાળી અને સફેદ હોય છે.’ તે ઘાસ ખાય છે અને આપણે તેનું દૂધ પીએ છીએ અને આપણે તેનું માંસ ખાઈ શકીએ છીએ.

school letter બીફ ખાવા અંગે ગુજરાતમાં સ્કૂલોમાં ભણાવ્યું , પછી થયેલા હંગામા બાદ સ્કૂલ દ્વારા અપાયો...

શાળાએ એક નિવેદન બહાર પાડ્યું

મામલો વધતો જોઈને સ્કૂલે એક નિવેદન બહાર પાડ્યું છે. શાળાએ પોતાનું નિવેદન બહાર પાડીને આ સમગ્ર મામલાથી અંતર રાખ્યું છે અને કહ્યું છે કે સામગ્રી Pinterest પરથી લેવામાં આવી છે. અમારો હેતુ સનાતન ધર્મના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. અમારો હેતુ બાળકોને કોઈપણ પ્રકારનું માંસ ન ખાવાનું શીખવવાનો હતો.

અમે બાળકોમાં જ્ઞાન અને સમજણને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્નશીલ હોવાથી તમારી સમજણ અને સમર્થનની રાહ જોઈ રહ્યા છીએ. અમે કોઈપણ સમસ્યાના ઉકેલ માટે જરૂરી પગલાં લઈશું.

ત્યારે હવે શાળાના નિવેદન બાદ એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું શાળામાં બાળકોને ભણાવવામાં આવતી વસ્તુઓ અભ્યાસ કે તપાસ કર્યા વગર જ ભણાવવામાં આવી રહી હતી?


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બીજા જિલ્લામાં પતિ છે કલેકટર, પરંતુ AMC માં રોફ જોશો તો તમે પણ કહેશો….

આ પણ વાંચો:ગઈકાલ સુધી બધું બરોબર હોવાનો રંજનબેન ભટ્ટનો દાવો

આ પણ વાંચો:કેતન ઇનામદારનો બળાપોઃ પક્ષમાં નાના કાર્યકરોનું ધ્યાન રખાતું નથી

આ પણ વાંચો:રાજ્યમાં અનુભવાતો ઉનાળોઃ તાપમાને 40 ડિગ્રી તરફ લગાવી દોટ