Not Set/ શું ભારતીય રૂપિયો ચીનમાં છપાય છે ? …. શશિ થરૂરે ઉઠાવ્યા સવાલો

શું ભારતીય રૂપિયો ચીનમાં છપાય છે? ચીની મીડિયામાં આવેલો એક રીપોર્ટ કંઈક આવો ઈશારો કરી રહ્યો છે. આ જ કારણ છે કે કોંગ્રેસના નેતા શશિ થરૂરે સરકાર પાસેથી સ્પષ્ટીકરણ માંગ્યું છે. હકીકતમાં સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના એક રિપોર્ટ મુજબ ભારત, નેપાળ, બાંગ્લાદેશ, મલેશિયા, થાઇલેન્ડ સહીત કેટલાંક દેશોની કરન્સી ચીન સ્થિત પ્રિન્ટિંગ પ્રેસોમાં છાપવામાં આવી રહી […]

Top Stories India
rupee શું ભારતીય રૂપિયો ચીનમાં છપાય છે ? .... શશિ થરૂરે ઉઠાવ્યા સવાલો

શું ભારતીય રૂપિયો ચીનમાં છપાય છે? ચીની મીડિયામાં આવેલો એક રીપોર્ટ કંઈક આવો ઈશારો કરી રહ્યો છે. આ જ કારણ છે કે કોંગ્રેસના નેતા શશિ થરૂરે સરકાર પાસેથી સ્પષ્ટીકરણ માંગ્યું છે. હકીકતમાં સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના એક રિપોર્ટ મુજબ ભારત, નેપાળ, બાંગ્લાદેશ, મલેશિયા, થાઇલેન્ડ સહીત કેટલાંક દેશોની કરન્સી ચીન સ્થિત પ્રિન્ટિંગ પ્રેસોમાં છાપવામાં આવી રહી છે.

આ રિપોર્ટ બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટના કારણે ચીનમાં અન્ય દેશોની નોટ પ્રિન્ટીંગ નો વધતો કારોબાર અને ત્યાંની અર્થવ્યવસ્થા પર આની અસર સાથે સંબંધિત છે. આમાં ભારતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, સરકાર તરફથી હાલ આ વાતની પુષ્ટિ નથી થઇ કે ભારતીય નોટ ચીનમાં છપાય છે કે નહિ.

જોકે, આ રિપોર્ટ પર કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે આને ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બતાવતા સરકાર પાસે સ્પષ્ટીકરણ માંગ્યું છે. એમણે કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી અને પિયુષ ગોયલને ટેગ કરતા ટ્વિટ કર્યું કે જો આ સત્ય છે, તો આની રાષ્ટ્રીય સુરક્ષા પર ઘાતક અસર થઇ શકે છે. પાકિસ્તાન માટે આની નકલ કરવાનું સરળ થઇ જશે. પિયુષ ગોયલ અને અરુણ જેટલી કૃપા કરીને સ્પષ્ટ કરો.

આ રિપોર્ટની પુષ્ટિ માટે સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટએ બેન્ક નોટ પ્રિન્ટિંગ એન્ડ મિટિંગ કોર્પોરેશનના પ્રમુખ લિયુ ગુશેન્ગના 1 મે ના ઇન્ટરવ્યૂનો હવાલો આપ્યો હતો. ગુશેંગે આ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે 2013 થી ચીનમાં વિદેશી નોટો છાપવાનું કામ શરુ થયું અને હવે અહીંના પ્રિન્ટિંગ પ્રેસમાં ભારત, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, મલેશિયા, થાઇલેન્ડ, બ્રાઝીલ, પોલેન્ડ સહીત ઘણા દેશોની નોટ છપાય છે.