IPL 2022/ લખનૌએ IPLમાં રચ્યો ઇતિહાસ,કોલકોતા સામે વિના વિકેટે 210 રન કર્યા

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં બુધવારે ઈતિહાસ રચાઈ ગયો, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના ઓપનરોએ એવો રેકોર્ડ બનાવ્યો જે ક્યારેય બની શકે નહીં

Top Stories Sports
1 3 1 લખનૌએ IPLમાં રચ્યો ઇતિહાસ,કોલકોતા સામે વિના વિકેટે 210 રન કર્યા

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં બુધવારે ઈતિહાસ રચાઈ ગયો. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના ઓપનરોએ એવો રેકોર્ડ બનાવ્યો જે ક્યારેય બની શકે નહીં. ક્વિન્ટન ડી કોક અને કેએલ રાહુલે 20 ઓવરની તોફાની બેટિંગ કરી હતી.

પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે 210 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં ક્વિન્ટન ડી કોકે 140 રન બનાવ્યા હતા, જ્યારે કેપ્ટન કેએલ રાહુલે 68 રનની શાનદાર ઇનિંગ રમી હતી. બંને વચ્ચે 210 રનની ભાગીદારી નોંધાઈ હતી, જે આઈપીએલમાં ઈતિહાસ છે.

આ ઇનિંગમાં ક્વિન્ટન ડી કોકે 10 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકારી  70 બોલમાં 140 રન કર્યા હતા. એટલુ જ નહીં. પોતાની સદી પૂરી કર્યા બાદ ડી કોક  લગભગ દરેક બોલ પર મોટો શોટ રમ્યો.

કેપ્ટન કેએલ રાહુલે ડી કોકને ઉત્તમ સપોર્ટ આપ્યો અને તેને સ્ટ્રાઈક આપવાનું ચાલુ રાખ્યું. તેમજ કેએલ રાહુલે 68 રનની ઝડપી ઇનિંગ રમી હતી. રાહુલે પોતાની ઇનિંગમાં 3 ચોગ્ગા અને 4 સિક્સર ફટકારી હતી.