Political/ ભાજપમાં જોડાયા પૂર્વ IPS અસીમ અરૂણ, કન્નોજ સદરથી લડી શકે છે ચંટણી

ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણી માટે નેતાઓ અહીં-તહીં ફરતા રહે છે. આ દરમિયાન પૂર્વ IPS અસીમ અરુણ ભાજપમાં જોડાયા છે.

Top Stories India
પૂર્વ IPS અસીમ અરૂણ

ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણી માટે નેતાઓ અહીં-તહીં ફરતા રહે છે. આ દરમિયાન પૂર્વ IPS અસીમ અરુણ ભાજપમાં જોડાયા છે. યુપી બીજેપી અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે તેમને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની હાજરીમાં પાર્ટીની સદસ્યતા અપાવી.

આ પણ વાંચો – કોરોનાનું ગ્રહણ /  ઝાલાવાડમાં તારીખ 15 થી 22 દરમિયાન 900થી વધુ લગ્નો , નવી ગાઇડલાઇનથી આયોજનો બદલાયા

અસીમ અરુણ કાનપુરમાં પોલીસ કમિશનર તરીકે તૈનાત હતા. તાજેતરમાં જ તેમણે નોકરીમાંથી રાજીનામું આપીને રાજકારણમાં આવવાનો ઈરાદો જાહેર કર્યો હતો. હવે અસીમ અરુણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. ભાજપમાં જોડાયા બાદ અસીમ અરુણે કહ્યું કે આજે હું ખૂબ જ ખુશ છું, સંતુષ્ટ છું. ભાજપ પાસે નવું નેતૃત્વ વિકસાવવાનું વિઝન છે. તેઓ તેને એક યોજનાની જેમ ચલાવે છે. હું પણ આ યોજનાનો એક ભાગ છું. મને આ તક આપવા બદલ હું પાર્ટીનો ખૂબ આભારી છું. તેમણે વધુમાં એમ પણ કહ્યું કે, સમસ્યાનું નિવારણ એક સિસ્ટમ હેઠળ થવું જોઈએ. પાર્ટી જે કહેશે તે રીતે કામ કરશે. પૂર્વ IPS અસીમ અરુણનાં ભાજપમાં જોડાવા અંગે પ્રદેશ પ્રમુખ સ્વતંત્ર દેવે કહ્યું કે, હું અસીમ અરુણ જેવા પ્રામાણિક અધિકારીનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આવા અધિકારીઓનાં ભાજપમાં આવવાથી પક્ષનું કદ વધશે. સ્વતંત્ર દેવે કહ્યું કે, મને ખબર નથી કે અસીમ અરુણ જી પાર્ટીમાં કેમ જોડાયા પરંતુ હું જાણું છું કે તેમની સાથે આવવાથી આપણા યુવાનોનું મનોબળ વધશે.

આ પણ વાંચો – રાજકોટ /  RFID ચીપની મદદથી સ્કેન કરી પશુના માલિક અને તેના એડ્રેસ સહિતની તમામ વિગતો મેળવી શકાશે

એવું કહેવામાં આવી રહ્યું છે કે અસીમ અરુણ કન્નૌજથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. અરુણ કન્નૌજનાં જ રહેવાસી છે. તેમણે આ ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. હવે ચૂંટણી મેદાનમાં તેઓ એ ઓળખ અને અનુભવનો પૂરેપૂરો લાભ લેવા માંગે છે. અસીમ અરુણનાં પિતા સ્વર્ગીય શ્રીરામ અરુણ બે વખત ઉત્તર પ્રદેશનાં DGP રહી ચૂક્યા છે.