Not Set/ રાહુલના મોદી પર પ્ર્હાર કહ્યું . સહારાએ નરેન્દ્ર મોદીને 6 મહિનામાં 9 વાર પૈસા આપ્યા,

મહેસાણાઃ ગુજરાતની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પ્રહાર કરતા જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ સહારા પાસેથી 6 મહિનામાં 9 વખત પૈસા લીધા છે. IT ના સહારા પાસેથી મળેલા દસ્તાવેજ મુજબ 2013 માં 2.5 કરોડ, 30 ઓક્ટોબર, 5 કરોડ 12 નવેમ્બર,2.5 કરોડ 27 નવેમ્બરર, 5 કરોડ 29 નવેમ્બરે નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યા છે. આ માહિતી […]

India

મહેસાણાઃ ગુજરાતની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પ્રહાર કરતા જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ સહારા પાસેથી 6 મહિનામાં 9 વખત પૈસા લીધા છે.

IT ના સહારા પાસેથી મળેલા દસ્તાવેજ મુજબ 2013 માં 2.5 કરોડ, 30 ઓક્ટોબર, 5 કરોડ 12 નવેમ્બર,2.5 કરોડ 27 નવેમ્બરર, 5 કરોડ 29 નવેમ્બરે નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યા છે. આ માહિતી આપતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, આ અંગેના નોટ સહારાના કર્મચારીઓ પાસેથી IT વિભાગને મળી હતી. સહારાએ કુલ 40 કરોડ રૂપિયા આપ્યા છે અને તેની તપાસની પણ માંગ કરી હતી.

રાહુલ ગાંધીએ પાટીદાર અને દલિતો અંગે પણ પોતાના ભાષણાં ઉલ્લેખ કર્યો હતો. જેમા તેમણે જણાવ્યું હતું કે, પાટીદારો પોતાનું આંદોલન શાંતિથી કરી રહ્યા હતા ત્યારે સરકારે તેમના પર દંડા વર્ષાવ્ય તેમની મહિલાઓને માર માર્યો યુવાનો પર ગોળી વર્ષાવી હતી. યુવાનોને મોતને ઘાટ ઉતાર્યા. દલિતો આ સરકારમાં ડરેલા છે.

કૉંગ્રેસી નેતાએ PM મોદી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે,સરકાર હિદુસ્તાનના ગરીબો પાસેથી નાણાં લઇને 50 પરિવારોને ફાયદો કરાવી રહી છે. દેશના એક ટકા અમિર લોકો પાસે છે બ્લેકમની અને તેના લીધે 99 ટકા લોકો હેરાન થઇ રહ્યા છે. સરકારના રિપોર્ટ મુજબ 6 ટકા જ દેશમાં બ્લેકમની બાકીનું વિદેશોમાં છે.

મોદી પર પ્રહાર કરતા રાહુલે જણાવ્યું હતું કે, નોટ રદ્દ કરતી વખતે મોદીજીએ જણાવ્યું હતું કે, કાળાનાણાં સામેની લડાઇ છે. 2000 અને 500 ની નોટથી બ્લેકમની વ્હાઇટ થઇ ગયું. ત્યાંધી ભાગ્ય આતંકવાદ સામેની લડાઇ ગણાવી તો આતંકવાદી પાસેથી નવી 2 બજારની નોટ મળી આવી. તો ત્યાંથી દોડીને નકલી નોટ તરફ વળ્યા તો દેશમાંથી 400 કરોડની નકલી નોટ ઝડાપઇ અને છેલ્લે કેશલેશ કરન્સી તરફ વળ્યા. મોદીએ દેશમાં બધાને કેશલેશ તો બનાવી જ દીધા છે.

રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, ઇમાનદાર,મજદૂર,ખેડૂત નાના વેપારી જેવા લોકો પાસે રહેલા 60 ટકા લોકો પાસેથી લઇને દેશના 1 ટકા અમિર લોકોને આપી દિધા છે.

સ્વીસ સરકારે મોદી સરકારને ત્યાંની બેંકોમાં સંગ્રહ કરીને રાખેલા લોકોનું લિસ્ટ આપ્યું છે. તે લિસ્ટ સરકારે કેમ લોકસભામાં ના રજૂ કર્યું.

મોદી સરકારે લલિત મોદ અને વિજય માલ્ય જેવા અમિરોના 1 લાખ 4 હજાર કરોડ રૂપિયા ગરીબો પાસેથી લઇને અમિરોની લોનની ભરપાઇ કરી છે. સરકારે ગરીબો પાસેથી ધન ખેંચીને અમિરોને પધરાવી દીધું છે.