Not Set/ તમારા દાદાઓ પણ આવા જ ગપ્પા મારતા હતા: નીતિન પટેલ

વિધાનસભા ગૃહમાં હોબાળો , કોંગ્રેસ અને ભાજપના mla અમને સામને લગાવ્યા નારા, ગૃહ મુલતવી રાખવાની પડી ફરજ

Top Stories Gujarat Others Trending
cm રૂપાણી 2 તમારા દાદાઓ પણ આવા જ ગપ્પા મારતા હતા: નીતિન પટેલ

ગુજરાત વિધાનસભામાં આજે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે એક શાળામાં ઝઘડતા નાના બાળકો જેવો માહોલ સર્જાયો હતો. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ નીતિન પટેલના એક નિવેદન પર સામસામે આવી ગયા હતા. અને ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. નીતિન પટેલના નિવેદનથી ગૃહમાં હોબાળો મચ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા, અને નીતિન પટેલના નિવેદન સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. તો સાથે નીતિન પટેલ માફી માંગે ના નારા લગાવ્યા હતા.

ધારાસભ્ય નિરંજન પટેલના એક પ્રશ્નના જવાબ માં આખો હંગામો સર્જાયો હતો અને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.

ધાદાસભ્ય નિરંજન પટેલે પ્રશ્ન કર્યો હતો, તબીબો 5 વર્ષ માટે સરકારી હોસ્પિટલમાં સેવા આપે તેવો કાયદો લાવવા માગો છો કે કેમ? તો નાણામંત્રી નીતિન ભાઈ પટેલેએ ટોણો મારતા જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકાર વખતે નિરંજભાઈની જરૂર હતી. કોંગ્રેસ ને આવી સલાહની જરૂર હતી. વચ્ચે અમિત ચાવડાએ ટકોર કરી હતી. ભાજપનું 25 વર્ષથી શાસન છે. માત્ર ગૃહમાં બેઠકો વધારી વિકાસ કર્યો છે. નીતિનભાઈ એ હોસ્પિટલના ઉદ્ઘાટન કર્યા પણ ત્યાં તબીબો સેવા  આપતા નથી.

Gujarat: Congress plans stir to 'expose' BJP: State unit chief Amit Chavda

અમિત ચાવડાને જવાબ આપતા નીતિન પટેલ પોતાની મર્યાદા ભૂલી ગયા અને કહ્યું હતું કે, તમારા દાદાઓ પણ આવા જ ગપ્પા મારતા હતા. નીતિન પટેલ ના આ જવાબ પર  ગૃહમાં કોંગ્રેસે ભારે હોબાળો મચાવ્યો હતો. અને નીતિન પટેલ પોતાના નિવેદન પર માફી માંગે તેવી માંગ કરી હતી.

ભાજપના ધારાસભ્યો નો વળતો સૂત્રોચ્ચાર

તો બીજી બાજુ કોંગ્રેસના સુત્રોચાર વચ્ચે ભાજપના ધારાસભ્યો એ પણ ‘કોંગ્રેસ તેરી દાદાગીરી નહિ ચલેગીના નારા લગાવ્યા હતા. બંને પક્ષે ભારે ગરમા ગરમી સર્જાતા ગૃહ મુલતવી રાખવામાં આવ્યું હતું. બપોરે 1.00  વાગ્યા સુધી ગૃહ મુલતવી રાખવામાં આવ્યું હતું.

ફરી ગૃહની કાર્યવાહી શરૂ કરાઈ

બપોરે 1.00 વાગ્યા બાદ ફરી ગૃહ ની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. ફરી કોંગ્રેસના ધારાસભ્યો અને નાણામંત્રી આમને સામને આવી ગયા હતા. પરેશ ધાનણી એ કહ્યું નીતિનભાઈ માફી માગે

નીતિનભાઈ નો ખુલાસો

આ સમગ્ર ઘટના ક્રમ અંગે નાણામંત્રી નીતિન ભાઈએ ખુલાસો કરતા કહ્યું હતું કે, મેં કોઈનું નામ લીધું નથી. તમારા દાદા શબ્દનો મતલબ તમારી આગલી પેઢી તેવો હતો. વિપક્ષે મારા પર ખોટો આક્ષેપ કર્યો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નીતિનભાઈ અનેક ખાતમુહૂર્ત કરી આવ્યાનો ખોટો આક્ષેપ કોંગ્રેસ દ્વારા મુકવામાં આવ્યો છે. અને ખોટા આક્ષેપ બદલ કોંગ્રેસીઓ મારી માફી માગે તેવી માંગ કરી હતી.

વધુમાં વિધાનસભા અધ્યક્ષ દ્વારા  ઋત્વિજ મકવાણાણે પણ તેમના નિવેદન મુદ્દે પણ માફી માંગવા કહ્યું હતું. મકવાણાએ વીર સાવરકર મુદ્દે કેટલાક આક્ષેપ કર્યા હતા. વીર સાવરકર મુદ્દે કરેલા આક્ષેપો બદલ નોટિસ પણ આપવામાં આવી છે. અને ચેતવણી પણ અપી છે કે, આ આક્ષેપો પુરવાર કરો, નહિતર માફી માગો. આક્ષેપના શબ્દો અધ્યક્ષે રેકર્ડ પરથી દૂર કર્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…