મોટા સમાચાર/ જૂનાગઢમાં લઠ્ઠાકાંડની આશંકા વચ્ચે બે લોકોના મોત, DYSP કાફલા સાથે સિવિલ હોસ્પિટલમાં પહોચ્યા

જૂનાગઢમાં લઠ્ઠાકાંડ કે ઝેરી કેમિકલની ઘટના થઇ હોવાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના જૂનાગઢમાં લઠ્ઠાકાંડની  આશંકા સેવાઇ રહી છે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
લઠ્ઠાકાંડની
  • જૂનાગઢમાં ઝેરી પદાર્થ પીવાથી બે ના મોત
  • ગાંધી ચોક રીક્ષા સ્ટેન્ડ પર બની ઘટના
  • બે વ્યકિતના શંકાસ્પદ મોત થતા ચકચાર
  • DYSP કાફલા સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
  • ધારાસભ્ય ભીખા જોશી સિવિલ પહોંચ્યા
  • પોલીસે પત્રકારોને સિવિલ જતા અટકાવ્યા
  • શું હતો ઝેરી પદાર્થ…? તપાસનો ધમધમાટ શરૂ

જૂનાગઢમાં લઠ્ઠાકાંડની કે ઝેરી કેમિકલની ઘટના થઇ હોવાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના જૂનાગઢમાં લઠ્ઠાકાંડની  આશંકા સેવાઇ રહી છે.  જૂનાગઢમાં  ઝેરી કેમિકલ પીવાથી બે લોકોના મોત નિપજયા છે. આ લઠ્ઠાકાંડ કે કેમિકલ પીવાથી મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ઘટના  જૂનાગઢના ગાંધી ચોક પાસે રીક્ષા સ્ટેન્ડ પાસે આ ઘટના બની હતી, આ બે વ્યક્તિની શંકાસ્પદ હાલતમાં મોત નિપજયું છે, તેમનું મોત દારૂ થી કે કેમિકલ  પીવાથી થયું છે તે અંગે હજુ કોઇ સત્તાવાર  માહિતી પ્રાપ્ત થઇ નથી.

જૂનાગઢમાં કેમિકલ પીવાથી  બે વ્યક્તિનું મોત નિપજ્યું હોવાની હાલ ચર્ચા ચાલી રહી છે જે અંગે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે. આ ઘટના સામે આવતા ડિવાયએસપી કાફલા સાથે સિવિલ હોસ્પિટલ પહોચ્યા છે. આ સાથે ધારાસભ્ય ભીખા જોશી પણ સિવિલ હોસ્પિટલે પહોંચ્યા છે. આ લઠ્ઠાકાંડ કે ઝેરી કેમિકલ પીવાથી મોત થયું છે તેની પુષ્ટી હજુ કરવામાં આવી નથી. આ મામલે પોલીસે પત્રકારોને સિવિલ હોસ્પિટલમાં જતા અટકાવ્યા હતા, હાલ સમગ્ર વિસ્તારમાં આ ઝેરી કેમિકલ કે લઠ્ઠાકાંડ છે તેની ચર્ચાઓએ જોર પકડયું છે. પોલીસે આ સંદર્ભે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી સમયે જે જૂનાગઢમાં આ ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં એક ડરનો માહોલ ઉભો થયો છે,બે લોકોને હોસ્પિટલ લઇ જતા પહેલા જ તેમનું મોત નિપજયું છે , પોલીસ સઘન તપાસ હાથ ધરી છે.

Gujarat Election/ગુજરાતમાં પ્રચાર કરી રહેલા કેજરીવાલના રોડ શોમાં પથ્થરમારો