ગુજરાત/ સુરેન્દ્રનગર જિલ્લામાં અનોખી રીતે કરાઈ “વિશ્વ પર્યાવરણ દિવસ” ની ઉજવણી

24 કલાક ઓક્સિજન આપતા તુલસી રોપાનું કરાયું વિતરણ

Gujarat Others
1 137 સુરેન્દ્રનગર જિલ્લામાં અનોખી રીતે કરાઈ "વિશ્વ પર્યાવરણ દિવસ" ની ઉજવણી

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

જ્યારથી કોરોના મહામારી આવી છે, ત્યારથી જ લોકોને પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવા લાગ્યું છે. કોરોનાકાળમાં લોકોએ પહેલીવાર ઓક્સિજનની અછત પડે ત્યારે કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જોયુ છે, ત્યારે બીજી બાજુ દેશનાં તબીબો, નર્સો તેમજ અન્ય આરોગ્ય કર્મીઓ સહિતનાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ લોકોને ઓક્સિજન ઉપરાંત જરૂરી સારવાર આપી નવજીવન પ્રદાન કરી રહ્યા છે.

1 138 સુરેન્દ્રનગર જિલ્લામાં અનોખી રીતે કરાઈ "વિશ્વ પર્યાવરણ દિવસ" ની ઉજવણી

ઈ-લોકાર્પણ: રાજકોટમાં સોમવારે CM રૂપાણીના હસ્તે કરોડોના વિકાસ કામોનું ઓનલાઈન લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ડ્રો 

આવા કોરોના વોરિયર્સની સેવાને બિરદાવવા વિશ્વ પર્યાવરણ દિવસે સુરેન્દ્રનગર જિલ્લાનાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લાની કોવીડ હોસ્પિટલ, કોવીડ કેર સેન્ટર તેમજ જિલ્લાનાં 10 તાલુકાઓમાં આવેલા પી.એચ.સી. – સી.એચ.સી. સેન્ટરો ખાતે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા તબીબો સહિતનાં અન્ય આરોગ્ય કર્મીઓનાં હસ્તે વિવિધ જાતનાં વૃક્ષોનું વાવેતર કરી, આ ખાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગર સ્થિત ગાંધી હોસ્પિટલ ખાતે પણ હોસ્પિટલનાં તબીબો, નર્સો તેમજ અન્ય આરોગ્ય કર્મીઓનાં હસ્તે હોસ્પિટલ પરિસરમાં જ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ઉપસ્થિત તમામ કોરોના વોરિયર્સને 24 કલાક ઓક્સિજન પ્રદાન કરતા એવા તુલસીનાં રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

1 139 સુરેન્દ્રનગર જિલ્લામાં અનોખી રીતે કરાઈ "વિશ્વ પર્યાવરણ દિવસ" ની ઉજવણી

સુરત: કોરોના કાળમાં બોગસ ડોકટરોનો ફાટ્યો રાફડો, સુરતના પલસાણામાંથી ઝડપાયા 2 તબીબ

આ પ્રસંગે કોરોના વોરિયર્સનો ઉત્સાહ વધારવા સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.હુડ્ડા, નાયબ વનસંરક્ષક વી.એમ.દેસાઈ, નાયબ વનસંરક્ષક હરેશ મકવાણા, પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ચંદ્રમણી કુમાર સહીત હોસ્પિટલનો તમામ સ્ટાફ અને વન વિભાગનાં કર્મચારીઓ હાજર રહ્યા હતા.

kalmukho str 3 સુરેન્દ્રનગર જિલ્લામાં અનોખી રીતે કરાઈ "વિશ્વ પર્યાવરણ દિવસ" ની ઉજવણી