Not Set/ તાઉતે વાવાઝોડાએ મહારાષ્ટ્ર, ગુજરાતમાં છોડ્યા વિનાશક દ્રશ્યો

અરબી સમુદ્રમાંથી ઉભરેલા ચક્રવાતી વાવાઝોડાને પગલે છેલ્લા બે દિવસમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાનાં અનેક ભાગોમાં વિનાશનાં દ્રશ્યો જોવા મળ્યા છે. ચક્રવાત વાવાઝોડાને કારણે ગુજરાતમાં ઓછામાં ઓછા સાત લોકોએ જીવ ગુમાવ્યો છે

Top Stories Gujarat Others

ગોવા, મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાતમાં તાંડવ કર્યા બાદ ચક્રવાતી તોફાન હવે રાજસ્થાન તરફ આગળ વધી રહ્યુ છે. રાજસ્થાનમાં તોફાનની અસર દેખાવા માંડી છે. સવારથી જ જયપુરનાં ઘણા ભાગોમાં જોરદાર પવન સાથે વરસાદ પડી રહ્યો છે. આજે રાજસ્થાનનાં 20 જિલ્લામાં આવેલા ચક્રવાતની અસર જોવા મળશે. આજે તોફાન ઉદયપુર અને સિરોહી થઈને જોધપુર, કોટા પહોંચશે. હવામાન વિભાગે 20 જિલ્લામાં ભારે વરસાદને લઇનેે ચેતવણી જારી કરી છે, પરંતુ તેમની એક આગાહી એવી છે કે રાજસ્થાનમાં વિનાશની આશા ઓછી છે.

તાઉતે ની અસર / રાજ્યમાં 24 કલાકમાં 226 તાલુકાઓમાં વરસાદ, જાણો ક્યા કેટલો નોંધાયો

જોકે, અરબી સમુદ્રમાંથી ઉભરેલા ચક્રવાતી વાવાઝોડાને પગલે છેલ્લા બે દિવસમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાનાં અનેક ભાગોમાં વિનાશનાં દ્રશ્યો જોવા મળ્યા છે. ચક્રવાત વાવાઝોડાને કારણે ગુજરાતમાં ઓછામાં ઓછા સાત લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે દરિયાકાંઠાનાં વિસ્તારોને ભારે નુકસાન થયું છે. ક્યાંક ઇલેક્ટ્રિક થાંભલાઓ અને ઝાડ ઉખડી ગયા હતા, ક્યાંક કોઈની છત ઉડી ગઈ હતી અને ક્યાંક આખું ઘર ધરાશાયી થઈ ગયું હતું. જોકે, ગુજરાતનાં દરિયાકાંઠે ટકરાયા બાદ ચક્રવાત નબળો પડી ગયો છે. ચક્રવાત મહારાષ્ટ્રમાં પણ વિનાશનાં દ્રશ્યો પાછળ છોડી ગયું છે. ચક્રવાતને કારણે ભારે વરસાદ સાથે મુંબઈમાં ભારે વિનાશ પણ સર્જાયો હતો અને અહી ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે ઘણાં ઝાડને નુકસાન થયું હતું અને કેટલાક મકાનોને નુકસાન પહોંચ્યું હતું. વાવાઝોડાનાં કારણે રસ્તા પર ટ્રાફિક ખોરવાયો હતો. મુંબઈનાં દરિયાકાંઠે આવેલા બે જહાજો ચક્રવાતની ઝપટમાં આવી ગયા હતા, જેમાં લગભગ 410 લોકો સવાર હતા. ભારતીય નૌસેનાએ ઘણા લોકોને બચાવ્યા, પરંતુ હજી પણ ઘણા લોકો ત્યાં અટવાયેલા છે. જોકે, મુંબઇમાં અત્યાર સુધી ભારે વરસાદને કારણે 6 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત કર્ણાટકમાં છ, ગોવામાં બે, કેરળમાં ચાર લોકોનાં મોત થયાં છે.

તાઉતે વાવાઝોડું / આજે રાજસ્થાન, દિલ્હી-ઉત્તર પ્રદેશ સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના

ચક્રવાતની અસર ઉત્તર ભારતમાં પણ જોવા મળી રહી છે. ઉત્તર ભારતમાં હવામાન બદલાઈ ગયું છે. રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત ઘણા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. પંજાબ, ચંદીગઢ, હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ હવામાનમાં પલટો આવ્યો છે. અહીં પાણીનાં છાંટા પડી રહ્યા છે. વાદળો વચ્ચે હળવા ઝરમર ઝરમર ઝાપટાંએ બે દિવસથી વાતાવરણને સુખદ બનાવ્યું છે. જોકે કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પણ જોવા મળ્યો છે. આગામી બે-ત્રણ દિવસમાં ઉત્તર ભારતની હવામાન પ્રવૃત્તિઓમાં ફેરફાર થવાની સંભાવના છે.