Not Set/ કોરોના બાદ તા-ઉતેની તબાહી યથાવત,વધુ એક વાવાઝોડાનો મંડરાતો ખતરો

સમગ્ર વિશ્વની સાથે ભારત દેશ પણ છેલ્લા એક વર્ષ કરતાં વધારે સમયથી કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે, એવામાં હજુ તો એક તા-ઉતે વાવાઝોડાના તોફાન શમ્યા નથી ત્યાં વધુ એક વાવાઝોડું

Top Stories India

સમગ્ર વિશ્વની સાથે ભારત દેશ પણ છેલ્લા એક વર્ષ કરતાં વધારે સમયથી કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે, એવામાં હજુ તો એક તા-ઉતે વાવાઝોડાના તોફાન શમ્યા નથી ત્યાં વધુ એક વાવાઝોડું ભારતમાં દસ્તક દઇ રહ્યું છે. એ જોતા જાણે કુદરત  રૂઠી હોય તેવું પ્રતિબિમ્બિત થઈ રહ્યું છે.અરબ સમુદ્રમાંથી શરૂ થયેલા તાઉ-તે વાવાઝોડાએ મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના ઘણાં જિલ્લાઓમા તબાહી મચાવી છે. તેની વચ્ચે હવામાન વિભાગ દ્વારા ફરીથી માઠા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.તાઉ-તે વાવાઝોડું હજી આજે રાજસ્થાન પહોંચ્યું છે. એટલે કે હજી તાઉ-તે વાવાઝોડું સંપૂર્ણ રીતે શાંત પણ પણ નથી થયું ત્યાં બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર વાવાઝોડું સર્જાઈ રહ્યું છે. આ વાવાઝોડાની અસર 23 મેથી શરૂ થશે અને 26 મે સુધીમાં ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ત્રાટકશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.આ વાવાઝોડાને “યાશ” નામ આપવામાં આવ્યું છે.

આઈએમડી વિભાગ અત્યારે સતત આ નવી સર્જાતી લો-પ્રેશર સિસ્ટમ પર નજર રાખી રહ્યા છે. આ વાવાઝોડું 26 મેના રોજ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ત્રાટકશે તેવી શક્યતા છે. ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMD)ના સીનિયર અધિકારી એચ.આર. બિસ્વાસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ સપ્તાહના અંતમાં દક્ષિણ બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહી છે.

આ સિસ્ટમની અસર 23 મેથી જોવા મળશે. આઈએમડી વિભાગ અત્યારે સતત આ નવી સર્જાતી લો-પ્રેશર સિસ્ટમ પર નજર રાખી રહ્યા છે. આ વાવાઝોડું 26 મેના રોજ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ત્રાટકશે તેવી શક્યતા છે. જોકે હજી આ વાવાઝોડાનું કોઈ નામ જાહેર કરવામાં આવ્યું નથી.

 

એ બાબત ઉલ્લેખનીય છે કેતાઉ-તે વાવાોઝોડાની સિસ્ટમ અરબી સમુદ્રમાં સર્જાઈ હતી. 16 મેના રોજ તાઉ-તે મજબૂત રીતે મુંબઈ તરફ આગળ વધ્યું હતું અને 17 તારીખે બપોર પછી જ ગુજરાતમાં તેની અસર દેખાવા લાગી હતી.તા-ઉતેવાવાઝોડામાં જાનહાની ઓછી થઈ છે પરંતુ આર્થિક નુકસાન કરોડોનું થયું છે.ગુજરાતમાં વેરાવળ, ઉના, ભાવનગર, મહુવા અને અમદાવાદમાં તાઉ-તે વાવાઝોડાના કારણે ઘણી તારાજી પણ જોવા મળી હતી. 18 તારીખે મોડી સાંજથી તાઉ-તે રાજસ્થાન તરફ આગળ વધ્યું છે. 17-18 તારીક દરમિયાન અને મુંબઈ અને ગુજરાતના ઘણાં શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળ્યો હતો.