ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મે થી આઇસીસી વિશ્વ કપ શરૂ થઇ રહ્યો છે. યજમાન ટીમ ઈંગ્લેન્ડને વિશ્વ કપ શરૂ થાય તે પહેલા એક મોટો ફટકો પડ્યો છે. તેમનો એક સ્ટાર ખેલાડી અને કેપ્ટન ઈયોન મોર્ગન ઈજાગ્રસ્ત થઇ ગયો છે.

આઇસીસી વિશ્વ કપની તૈયારીઓ દરેક ટીમ જોરસોરથી કરી રહી છે. વિશ્વ કપ 30 મે થી શરૂ થવાનો છે તે પહેલા અભ્યાસ મેચ રમાઇ રહી છે. જેમા દરેક ટીમને પોતાનું પ્રદર્શન સારુ રહે છે અને ક્યા ખામી રહી જાય છે તે જાણવા મળશે. આપને જણાવી દઇએ કે, ઓસ્ટ્રલિયા સામે 25 મે નાં રોજ ઈંગ્લેન્ડની વોર્મ અપ એટલે કે અભ્યાસ મેચ છે. તે પહેલા પ્રેક્ટિસ દરમિયાન ઈંગ્લેન્ડ ટીમનો કેપ્ટન ઈયોન મોર્ગનનાં ડાભા હાથની આંગળીમાં ઈજા થઇ ગઇ છે. ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યા તેનો એક્સ-રે લેવામાં આવ્યો છે. ઈજા કેટલી ગંભીર છે અને આગળ શું પગલુ રહેશે તે હજુ સામે આવ્યુ નથી.

ઈસીબીનાં એક સંક્ષિપ્ત નિવેદનમાં કહેવામાં આવ્યુ કે, ઈયોન મોર્ગનને આજે સવારે તેની ડાભા હાથની આંગળીમાં ઈજા થઇ હતી. જો કે સારવાર અર્થે તેને તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જ્યા તેના એક્સ રે બાજ સ્થિતિ સ્પષ્ટ થશે. આપને જણાવી દઇએ કે, ઈંગ્લેન્ડ માટે ઈયોન મોર્ગન ખાસ ખેલાડી છે, તાજેતરમાં તેનું પ્રદર્શન ઘણુ શાનદાર છે. છેલ્લા 12 મહિનામાં રમવામાં આવેલી 22 મેચોમાં મોર્ગને 67.57ની ધમાકેદાર એવરેજથી 946 રન બનાવ્યા છે.
ઈંગ્લેન્ડનો રેકોર્ડ ઈંગ્લેન્ડમાં
England's record in their last 33 completed ODIs in England:
Played: 33
Won: 29
Lost: 4— ICC Cricket World Cup (@cricketworldcup) May 25, 2019
છેલ્લી 33 ODIની વાત કરવામાં આવે તો ઈંગ્લેન્ડની ટીમ પોતાની ધરતી પર કુલ 33 મેચ રમી છે, જેમા 29 મેચ તે જીતી ચુકી છે. જ્યારે 4 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
આ છે ઈંગ્લેન્ડની વિશ્વ કપની ટીમ

ઈયોન મોર્ગન (કેપ્ટન), મોઈન અલી, જોની બેયરસ્ટો, જોફ્રા આર્ચર, ટોમ કરન, આદિલ રશિદ, જોસ બટલર, લિયામ ડોસન, જો રૂટ, લિયામ પ્લેંકેટ, બેન સ્ટોક્સ, જેસન રોય, માર્ક વુડ, ક્રિસ વોક્સ, જેમ્સ વિંસ
