Weather Update/ દિલ્હી- NCR માં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસ્યો વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી

ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે સફદરજંગ વેધશાળાએ છેલ્લા 24 કલાકમાં (સવારે 8.30 વાગ્યા સુધી) 138.8 મીમી વરસાદ નોંધાવ્યો છે….

Top Stories India
વરસાદ

દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં શુક્રવાર-શનિવારની મધ્ય રાત્રિથી મુશળધાર વરસાદ પડ્યો છે, દિલ્હીમાં છેલ્લા 24 કલાકના વરસાદથી આ ચોમાસાની ઋતુના તમામ રેકોર્ડ નાશ પામ્યા છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે સફદરજંગ વેધશાળાએ છેલ્લા 24 કલાકમાં (સવારે 8.30 વાગ્યા સુધી) 138.8 મીમી વરસાદ નોંધાવ્યો છે. સીઝનના કોઈપણ એક દિવસે દિલ્હીમાં આ સૌથી વધુ વરસાદ છે. જો કે, આઇટીઓ-પ્રગતિ મેદાન સહિતના અનેક રસ્તાઓ પર કેટલાક ફુટ પાણીના કારણે લોકો ટ્રાફિકમાં અટવાઇ ગયા હતા અને વાહનો ખેંચતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : ત્રાલમાં જૈશના ત્રણ આતંકવાદી ઠાર, સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ

 રાતથી પડી રહેલ વરસાદના કારણે દિલ્હીમાં વિવિધ સ્થળોએ પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાવાના કારણે આઝાદપુર અંડરપાસ બંધ કરાયો છે. ત્યાં દોઢ ફૂટ પાણી ભરાયું છે. દિલ્હી ટ્રાફિક પોલીસે સલાહ આપી છે કે, મુસાફરોએ આ તરફ ન આવવું જોઈએ.દિવસ જેમ જેમ આગળ વધશે તેમ તેમ સતત વરસાદ પડી રહ્યો હોવાથી પાણી ભરાવાની સમસ્યા પણ વધશે. આઇટીઓ રેલ બ્રિજ નીચે પણ પાણી એકઠું થઇ ગયું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી છે. રાજધાનીમાં શનિવાર માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઘણા વિસ્તારોમાં વીજળીની ચમક અને ગાજવીજ સાથે વરસાદ શરૂ રહેશે.

આ પણ વાંચો :જાણીતા શાયર મુનવ્વર રાણાએ અપમાનજનક નિવેદન આપતાં તેમની સામે ફરિયાદ નોંધાઇ

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લીમાં આજે એટલે કે શનિવાર(21 ઓગસ્ટ) પણ વરસાદ થશે. આને લઈને આઈએમડીએ દિલ્લી માટે ઓરન્જ એલર્ટ પણ જાહેર કર્યુ છે. દિલ્લીમાં આજે મહત્તમ તાપમાન 32 અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહી શકે છે. દિલ્લીમાં હાલમાં આખુ સપ્તાહ વરસાદ થશે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લી(સફદરગંજ)માં 21 ઓગસ્ટની સવારે 2.30થી 5.30 વાગ્યા દરમિયાન 73.2 મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લીમાં 22 ઓગસ્ટથી વરસાદ ઓછો થશે. 23 ઓગસ્ટના રોજ દિલ્લીમાં વરસાદી ઝાપટા થવાની સંભાવના છે. વળી, 24 ઓગસ્ટના રોજ હવામાન સૂકુ રહેશે. દિલ્લીમાં ગરમીથી રાહત 26 ઓગસ્ટ સુધી રહેશે. ત્યારબાદ દિલ્લીમાં તાપમાન વધવાનુ પણ શરૂ થઈ જશે. 25 અને 26 ઓગસ્ટે તાપમાન દિલ્લીમાં 37 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચો :રાજસ્થાનમાં ખાડા ખોદતા સમયે અકસ્માત સર્જાયો એક બાળકી સહિત પાંચ લોકોનાં મોત

આ પણ વાંચો :UP રક્ષાબંધનથી અનલોક,સાવચેતીના પગલા તરીકે નાઇટ કર્ફ્યુ ચાલુ રાખવાનો નિર્ણય

આ પણ વાંચો :પશ્વિમ બંગાળમાં હિંસા મામલે સીબીઆઇએ ડીજીપી પાસે કેસ સંબધિત માહિતી માંગી