Not Set/ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન અમદાવાદની આ હોટલના બુલેટપ્રૂફ સ્યૂટ રૂમમાં રોકાશે

બ્રિટિશ ડેલિગેશન માટે હોટલના 9મા અને 10મા માળ સહિત 80 રૂમ બુક કરાયા છે. હાલમાં બ્રિટિશ વડાપ્રધાન અને તેમની સાથે આવનારા મહાનુભાવોની સિક્યોરિટી તેમજ તેમના માટે ભોજનની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

Top Stories Gujarat
3 37 બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન અમદાવાદની આ હોટલના બુલેટપ્રૂફ સ્યૂટ રૂમમાં રોકાશે

ઇંગ્લેન્ડના વડાપ્રધાન બોરિસ જોન્સન આજે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ અમદાવાદ પહોંચી ગયા છે, જ્યાં એરપોર્ટ બહાર તેમનું ઢોલ-નગારા અને ગુજરાતની ઝાંખી સાથે સ્વાગત કરાયું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ એરપોર્ટ પહોંચી તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી તેઓ આશ્રમ રોડ સ્થિત હોટલ હયાત રીજન્સીમાં રોકાશે. ઉપરાંત તેઓ ગાંધી આશ્રમની પણ મુલાકાત લેશે. એવામાં એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના રસ્તા પર સ્વાગત માટેના સ્ટેજ તૈયાર કરાયા છે, ઉપરાંત સમગ્ર રૂટ પર વેલકમ ગુજરાતના હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા છે. ગુજેસલ બહારથી ગાંધી આશ્રમ સુધી લોકો સ્વાગત માટે એક હાથમાં ભારત અને બીજા હાથમાં યુ.કેનો ધ્વજ લઈને ઉભા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બ્રિટિશ વડાપ્રધાન આશ્રમ રોડ પર આવેલી હોટલ હયાત રિજન્સીમાં રોકાશે. તેમનો બુલેટપ્રૂફ સ્યૂટ રિવરફ્રન્ટ ફેસિંગ છે. બ્રિટિશ ડેલિગેશન માટે હોટલના 9મા અને 10મા માળ સહિત 80 રૂમ બુક કરાયા છે. હાલમાં બ્રિટિશ વડાપ્રધાન અને તેમની સાથે આવનારા મહાનુભાવોની સિક્યોરિટી તેમજ તેમના માટે ભોજનની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો હોવાનું સૂત્રોનું કહેવું છે. ઉલ્લેખનીય છેકે, હોટલ હયાત રિજન્સીના આ બુલેટપ્રૂફ સ્યૂટમાંથી રિવરફ્રન્ટનો નજારો સ્પષ્ટ જોઈ શકાય છે. આખી હોટલમાં આ એક માત્ર એવો સ્યૂટ છે જે બુલેટ પ્રૂફ છે. હાલ આ સ્યૂટ અને સમગ્ર હોટલને સુરક્ષા છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. આ સ્યૂટ રિવરફ્રન્ટને ફેસ કરે છે. રિવરફ્રન્ટ જોઈ શકાય એ માટે અમદાવાદ આવતા મોટા ભાગના વીવીઆઇપી આ સ્યૂટમાં જ રોકાતા હોય છે.

હયાતના આ પ્રેસિડેન્શિયલ સ્યૂટમાં આમ તો શાહરુખ ખાન, ક્રિસ હેમ્સવર્થ અને એ. આર. રહેમાન સહિત અનેક મોટા સ્ટાર્સ રોકાઇ ચૂક્યા છે, પણ અંતમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા આ રૂમમાં રોકાયા હતા. આ બન્ને ક્રિકેટર બાદ બોરિસ જોનસન આ સ્યૂટમાં રોકાશે, જેના માટેની ખાસ તૈયારીઓ થઇ ચૂકી છે. મોદી 2014માં વડાપ્રધાન બન્યા પછી અત્યારસુધી 14 દેશના વડાએ અમદાવાદની મુલાકાત લીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પ, શી જિનપિંગ, શિંજો આબે, બેન્જામિન નેતન્યાહુ જેવા નેતાઓ શહેરમાં આવી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છેકે, અમદાવાદની મુલાકાત પહેલાં હોટલના શેફ અને તેમની ખાસ ટીમે બ્રિટિશ પ્રધાનમંત્રીની ટીમ સાથે વાતચીત હતી. જેમાં તેઓ શું જમવાનું પસંદ કરે છે તે અંગે ચર્ચા કરીને તે મુજબનું મેનું તૈયાર કરવામાં આવશે. મળતી માહિતી મુજબ બોરિસની ટીમે હોટલના સત્તાધીશો સાથે ખાસ ડાયટ પ્લાન પણ શેર કર્યો છે, જેના આધારે તમામ વાનગીઓ તૈયાર થશે. તકેદારીના ભાગરૂપે બોરિસ જોનસન સાથે આવનારા ડેલિગેશનનો RTPCR ટેસ્ટ હોટલમાં કરાવવામાં આવશે.